ગુજરાત

gujarat

ETV Bharat / state

મોઢેરા ગ્રામ પંચાયતના તલાટી અને કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયા - મોઢેરા સૂર્યમંદિર

મોઢેરા : ગ્રામ પંચાયતમાં ACBની ટીમે ગ્રામજન પાસે 10 હજારની લાંચ લેતા તલાટી અને હંગામી ક્લાર્કને ઝડપી લીધા હતા. આ લાંચ તલાટીએ વારસાઈ કરવા માંગી હતી. લાંચમાં ACBએ ગોઠવેલ છટકામાં તલાટી અને કલાર્ક લાંચની રકમ લેતા ફસાઇ ગયા હતા. ACBની ટીમે તલાટી અને ક્લાર્કની અટકાયત કરી હતી. તેમજ મોઢેરા પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

etv bharat

By

Published : Oct 4, 2019, 9:14 AM IST

મોઢેરા પંચાયતમાં સરકારી બાબુઓ પૈસા વગર કામ કરતા નથી. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. મોઢેરા ગ્રામ પંચાયતમાં એક અરજદારે પોતાના પિતાના નામના પ્લોટની વારસાઈ કરાવવા અરજી કરી હતી. તલાટી અને ક્લાર્કે અરજદારની વારસાઈ માટે 10 હજારની લાંચ માંગી હતી.

અરજદાર આ લાંચ આપવા ઇચ્છતા ન હતા. તેઓએ મહેસાણા ACBનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી. ACBના ગોઠવેલા છટકા પ્રમાણે તેઓ ગ્રામ પંચાયતમાં 10 હજારની લાંચ આપવા ગયા હતા.

હાજર તલાટી અને કલાર્ક લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે 57 વર્ષીય તલાટી કમ મંત્રી મનુ કરશનભાઈ ચૌહાણ અને હંગામી ક્લાર્ક રામુ શુજાજીની અટકાયત કરી હતી. મોઢેરા પોલીસ મથકે લાંચ રૂશ્વત કાયદા અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details