મહેસાણાઃ જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ધરોઈ ડેમમાં નવાનીરનું આગમન થયું છે. ઉપરવાસ 8.80 મિ.મી, ખેરોજમાં 04.40 મિ.મી, હરણાવમાં 32 મિ.મી અને જોતસણમાં 17.60 મિ.મી જેટલા વરસાદ થયો છે. જેના કારણે 1320 ક્યૂસેક જેટલા નવાનીરની આવક નોંધાઇ છે. જેથી જિલ્લાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં એક ફૂટ પાણીનો વધારો થયો છે.
મહેસાણાઃ ધરોઈ ડેમમાં નવાનીરની આવક થતા જળસપાટીમાં એક ફૂટનો વધારો - ધરોઈ ડેમમાં પાણીની આવક
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાના ઉત્તર ભાગમાં પાણીનું આગમન થયું છે. આ નવાનીરના આગમનથી ધરોઈ ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે.
ધરોઈ ડેમમાં નવાનીરની આવક થતા જળસપાટીમાં એક ફૂટનો વધારો
અત્યારે આ ડેમની 601.24 ફૂટ જળ સપાટી નોંધાઇ છે. ધરોઈ ડેમની 622 ફૂટ ભય જનક સપાટી છે, ત્યારે હજૂ ચોમાસામાં પણ 20 ફૂટ જેટલી પાણીની ખોટ પૂર્ણ થશે, તો ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી વર્ષે ખેતી અને પીવાના પાણી માટે સમસ્યા સર્જાશે નહીં.