મહેસાણાઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે ઘરમાં રહેવું સલામત રહેવા બરાબર બન્યું છે. ત્યારે ક્યાંક ઘરમાં રહેવા મજબૂર કેટલાક શ્રમજીવીઓ અને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સરકાર કે NGOની સેવાની આવશ્યકતા જોવા મળી રહી છે.
ગણપત યુનિવર્સીટીએ 1000 કર્મીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો - કોરોનાવાયરસ સમાચાર
દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે ઘરમાં રહેવું સલામત રહેવા બરાબર બન્યું છે. ત્યારે ક્યાંક ઘરમાં રહેવા મજબૂર કેટલાક શ્રમજીવીઓ અને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સરકાર કે NGOની સેવાની આવશ્યકતા જોવા મળી રહી છે. ત્યારે ગણપત યુનિવર્સીટી દ્વારા 1000 કર્મીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે.
![ગણપત યુનિવર્સીટીએ 1000 કર્મીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો ગણપત યુનિવર્સીટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6549074-1070-6549074-1585213328822.jpg)
ત્યારે રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ માટે વિજય રૂપાણી દ્વારા કરાયેલ અપીલને આજે મહેસાણાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ગણપત યુનિવર્સીટી દ્વારા આવકારી અને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં પોતાનું નાનકડું યોગદાન આપવા સંસ્થાના 1000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના એક દિવસનો પગાર સરકારમાં અર્પણ કર્યા છે.
આમ દેશમાં વાઈરસની મહામારી સામે સામન્ય અનવ ગરીબ પરિવારો આર્થિક સંકળામણમાં ખોરાક-પાણીની તંગીના અનુભવે અને આપતી સમયે સરકાર દ્વારા આ ફંડનો લોકોની સેવામાં ઉપયોગ કરાય તે માટે એક સેવા કાર્ય રૂપે યુનિવર્સીટી દ્વારા કર્મચારીઓના સહયોગથી મોટા પ્રમાણમાં ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. યુનિવર્સીટીની પ્રેરણા લઈ અન્ય સંસ્થાઓ પણ ફંડ અર્પણ કરે તો સરકાર દ્વારા રાહત ફંડની વ્યવસ્થા કરી જન જન સુધી મદદ પહોંચાડવામાં સરળતા રહેશે.