દર્શનાર્થીને માતાજીના દર્શનમાં લાંબી રેલિંગ બનાવી 6 લાંબી લાઈનમાં એક સેકન્ડમાં 8 દર્શનાર્થીઓ દર્શન કરે તેવી વ્યવસ્થા કરાઈ છે, તો મહોત્સવની રોનક સમાન નિર્મિત ઉમિયાધામમાં ભવ્ય યજ્ઞશાળામાં 1100 યજમાનો હિંદુશસ્ત્રો અને વિધિવિધાન પ્રમાણે માતાજીના યજ્ઞનો લાભ લીધો છે.
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે 8 વિશ્વ રેકોર્ડ નોંધાયા - mehsana news
મહેસાણા: ઊંઝામાં ઉમિયા માતાના લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. પ્રારંભના દિવસે વહેલી સવારથી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ વિશાળ અને ભક્તિના પર્વમાં પ્રથમ દિવસે જ 8 વિશ્વ રેકોર્ડ નોંધાયા છે.
બીજીતરફ 2 લાખ ઉપરાંત લોકોએ ભોજનકક્ષમાં માતાજીના પ્રસાદનો લાભ લીધો છે. આ ઉપરાંત અહીં દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ દ્વારા નિર્મિત 52 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ સાથે સમાજની ધાર્મિક અભિવૃદ્ધિ માટે જગતગુરુ શનકરચાર્યએ ધર્મ સભાને સંબોધતા શ્રોતાઓને ધાર્મિક પ્રવચનનું રસપાન કરાવ્યું છે.
મહત્વનું છે કે, આજે એ જ વિશાળ જગ્યા પર જે ગ્રીનનેટ પાથરવામાં આવી છે અને લાડુના પ્રસાદનો એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. ઉપરાંત 1100 બ્રાહ્મણ એક સાથે લક્ષચંડી યજ્ઞ કરાવતા હોવાનો પણ એક રેકોર્ડ સર્જાયો છે. વળી, બે લાખ ઉપરાંત લોકોએ એક સમુહ ભોજન પ્રસાદ લેતા હોય તે સહિત 8 વિશ્વ રેકોર્ડ આજના દિવસે ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં રજીસ્ટર થયા છે