- બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે
- હાઇ કમિશ્નરનું સ્વાગત સોમાભાઈ મોદીએ રૂદ્રાક્ષ આપી કર્યું
- દરવર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવી
આ પણ વાંચોઃખેડામાં મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી
મહેસાણાઃઐતિહાસિક નગરી એવી વડનગરમાં શિવરાત્રીના પર્વ પર દાદા હાટકેશ્વરના પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે આ પ્રસંગે બાંગ્લાદેશના હાઈ કમિશ્નર યુત મુહમમદ ઇમરાને પોતાની પત્ની સાથે હાજરી આપી હતી.
બાંગ્લાદેશના હાઈ કમિશ્નર અને તેમની પત્ની આ પણ વાંચોઃમહાશિવરાત્રી નિમિત્તે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન
મહેમાન બનેલા બાંગ્લાદેશી હાઈ કમિશ્નરે વડનગરના વિવિધ સ્થળો નિહાળ્યાં
બાંગ્લાદેશના હાઈ કમિશ્નર યુત મુહમમદે વડનગરમાં હાટકેશ્વર મંદિર, પુરાતત્વ વિભાગની સાઇટ, કીર્તિ તોરણ, મેડિકલ કોલેજ સહિતના મહત્વના સ્થળોની મુલાકાત કરી હતી. વડનગરના મહેમાન બનેલા બાંગ્લાદેશી કમિશ્નર યુત મુહમમદનું વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને શહેરના અગ્રણીઓએ સ્વાગત કરી રુદ્રાક્ષનું સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.
શિવરાત્રીના પર્વ પર બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે આવ્યા