- મહેસાણામાં રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ
- કૌભાંડ બાબાતે પોલીસની સુસ્ત કાર્યવાહી
- કેટલાય આરોપીઓની ધરપકડ બાકી
મહેસાણા: જિલ્લામાં કોરનાની બીજી લહેર વચ્ચે લોકો એક પછી એક મૃત્યુના મુખમાં ધસી રહ્યા હતા ત્યારે રેમડેસીવીર નામના ઇન્જેક્શનને કોરોનાની સારવારમાં મહત્વના સાબિત થયા હતા પણ હોસ્પિટલોમાં તેની અછતને કારણે દર્દીના પરીજનો ઈનજેક્શનો મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. એવામાં માનવ જાતને શરમસાર કરતી એક્સપાયરી ડેટ વીતી ગયેલા રેમડેસીવીર ઇન્જેકસનોની કાળા બજારીની ઘટના મહેસાણા જિલ્લાના કડી થી સામે આવી હતી.
એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શનનુ વેચાણ
કડી પોલીસને શહેરનાં જાગૃત નાગરિક દ્વારા મળેલી માહિતી પ્રમાણે પોલીસે રેડ કરી તપાસ કરતા રિધમ હોસ્પિટલ કડીની નર્સ ગુડ્ડી આ એક્સપાયરી ડેટ વીતેલા ઈન્જેક્શનોનો વધુ ભાવે ગેરકાનૂની રીતે ખાનગી રાહે વેપાર કરતી પકડાઈ આવી હતી. તેની પાસેથી મળી આવેલો ઇન્જેક્શનોનો જથ્થો પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. નર્સ ગુડ્ડીની પૂછપરછમાં પોલીસને આ ઇન્જેક્શન કૌભાંડમાં રિધમ હોસ્પિટલ સંલગ્ન મેડિકલના સંચાલક ભાઈલાલ પટેલનું નામ જાહેર કર્યું હતું. ભાઈલાલનું નામ ખુલતા કડી પોલીસે પુરાવા શોધવાનું તરખટ રચી લાંબા સમય સુધી તેની ધરપકડ કરી ન હતી પણ આખેરે તેની 3 દિવસ પહેલા જ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુન્હાની ગંભીરતા જોતા આરોપીને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. રિમાન્ડના 2 દિવસ વીતવા છતાં કડી પોલીસ આરોપી ભાઈલાલ પાસે થી કોઈ જ માહિતી ઉકલાવી શકી નથી.