ગુજરાત

gujarat

ETV Bharat / state

Omicron Cases in Gujarat: મહેસાણામાં ઓમિક્રોનને પહેલો કેસ નોંધાયો

રાજ્યમાં કોરોનાના (Omicron Cases in Gujarat) નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (The new variant of the Corona is Omicron) ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે હવે મહેસાણા જિલ્લામાં આજે ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Mehsana) નોંધાયો છે, જેના કારણે તંત્ર દોડતું થયું છે. બીજી તરફ તંત્રએ 6 દિવસ સુધી આ માહિતી પર પડદો પાડી રાખ્યો હતો.

Omicron Cases in Gujarat: મહેસાણામાં ઓમિક્રોનને પહેલો કેસ
Omicron Cases in Gujarat: મહેસાણામાં ઓમિક્રોનને પહેલો કેસ

By

Published : Dec 16, 2021, 1:37 PM IST

મહેસાણાઃ ગુજરાતમાં (Omicron Cases in Gujarat) કોરોનાના નવા વેરિયન્ટના કેસ (The new variant of the Corona is Omicron) સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આજે ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Mehsana) નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના 41 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ ઓમિક્રોન સંક્રમિત (Woman Omicron of Vijapur infected in Mehsana ) હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ તંત્રએ આ માહિતી 6 દિવસ સુધી ઢાંકી રાખી હતી.

આ પણ વાંચો-Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ

ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનોને ઓમિક્રોનના લક્ષણ ન હોવા છતાં મહિલા ઓમિક્રોન સંક્રમિત થઈ

જોકે, જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાના સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા માટે અહીં આવ્યા હતા. તેમના પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાતા તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં વિજાપુરની આ મહિલા ઓમિક્રોન સંક્રમિત થવાથી આરોગ્ય વિભાગ સામે એક મોટો પડકાર આવ્યો છે. જે લોકો વિદેશથી આવ્યા તેમનામાં ઓમિક્રોનના કોઈ લક્ષણ ન દેખાયા, પરંતુ આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં ઓમિક્રોન સંક્રમિત થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે.

આ પણ વાંચો-Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા

રાજ્ય સરકારે વિદેશથી આવતા લોકોનું ચેકિંગ વધાર્યું

તો આ તરફ રાજ્યમાં ઓમિક્રોન ન ફેલાય (Omicron Cases in Gujarat) તે માટે રાજ્ય સરકારે વિદેશથી આવતા લોકોનું ચેકિંગ શરૂ કર્યું છે. ગઈકાલે દુબઈની ફ્લાઈટમાં આવેલા પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે, ઓમિક્રોનના જિનોમ માટે આ વ્યક્તિના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોનનો કેસ જામનગરમાં (The first case of Omicron in the state was reported in Jamnagar) નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details