મહેસાણાઃ મોયણ ગામની સીમમાં આવેલા ONGC માં ઓઇલ ચોરી ટેન્કરમાં ભરાતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે રૂપિયા 1,00,000/-નું ઓઇલ રૂપિયા 5,00,000/- નું ટેન્કર તેમજ ફલેન્જ રૂપિયા 500/- તેમજ ટેન્કરની કેબિનમાં પડેલા બંધ હાલતના મોબાઈલ જેની કિંમત અનુક્રમે રૂપિયા 500/- અને રૂપિયા 2000/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.
જોટાણા તાલુકાના મોયણ ગામની સીમમાં આવેલા ONGC વેલ નંબર NK 413 માં ચાલુ લાઈનમાં ફલેન્જ લગાવી પ્લાસ્ટિકની હોસ પાઇપથી ક્રૂડ ઓઇલ ચોરી ટેન્કરમાં ભરાતું હોવાની બાતમીને આધારે મહેસાણા એલસીબીએ દરોડા પાડતા ઓઈલચોરો રાતના અંધારાનો લાભ લઇ ટેન્કર મૂકી ફરાર થયી ગયા હતા.
મહેસાણાઃ મોયણ ગામની સીમમાં ONGCના વેલ પર ઓઇલ ચોરીનો પર્દાફાશ
જોટાણા તાલુકાના મોયણ ગામની સીમમાં આવેલા ONGC વેલ નંબર NK 413 માં ચાલુ લાઈનમાં ફલેન્જ લગાવી પ્લાસ્ટિકની હોસ પાઇપથી ક્રૂડ ઓઇલ ચોરી ટેન્કરમાં ભરાતું હોવાની બાતમી મળી હતી. જેને આધારે મહેસાણા એલસીબીએ દરોડા પાડી ઓઈલ ચોરો રાતના અંધારાનો લાભ લઇ ટેન્કર મૂકી ફરાર થયા હતા.
એલસીબીએ કડી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સંપત્તિની ચોરી, પેટ્રોલિયમ અને ખનીજ પાઇપલાઇન એકટ તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ મુજબ જુદા જુદા ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે, મોયણ ગામની સીમમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ONGCના વેલમાં પ્રવેશ કરી ક્રૂડ ઓઇલની ચાલુ લાઈનમાંથી ઓઇલ ચોરી કરી રહ્યા છે. જેથી LCBએ ONGC સિક્યુરિટી ઇન્સ્પેક્ટરને સાથે રાખી બાતમી વાળાસ્થળે દરોડા કરતા આરોપીઓ અંધારામાં વાહનની લાઈટો જોઈ જતા ઓઇલ ચોરી પડતી મૂકી એસ્ટીમ ગાડીમાં અંધારાનો લાભ લઇ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે ટેન્કર સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.