મહેસાણા: જિલ્લા વિકાસ અધિકારીએ અનઅધિકૃત ગેરહાજરી અને ફરજમાં નિષ્કાળજી બદલ ચાર તલાટી કમ મંત્રીઓ તેમજ ત્રણ વિસ્તરણ અધિકારીઓને કારણદર્શક નોટીસ આપી હતી. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 16 નવેમ્બર 2016, 22 મે 2018 અને 6 જુલાઇ 2021 તેમજ 5 એપ્રિલ 2022ના પરિપત્રોથી જિલ્લાની પંચાયતોને ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીશ્રીઓની હાજરીના દિવસો, તલાટી કમ મંત્રીનો મોબાઇલ નંબર સહિત તેઓની ફેરણી કાર્યક્રમ દર્શાવતું બોર્ડ મુકવા તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં મુવમેન્ટ રજિસ્ટર(movement register format) નિભાવવા સૂચનાઓ આપવામાં આપેલા હતા.
તલાટી કમ મંત્રીઓને નિયમાનુંસાર શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરી - મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જિલ્લાની વિવિઘ ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ 1 એપ્રિલના રોજ બેચરાજી તાલુકામાં 8 એપ્રિલ 2022ના રોજ વિસનગર અને વડનગર તાલુકાના ગામોની ઓચીંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઘણા તલાટી કમ મંત્રીઓ પોતોની ફરજ ઉપર હાજર જણાયા ન હતા. આ દરમિયાન ગ્રામ પંચાયતમાં બોર્ડ અને મુવમેન્ટ રજિસ્ટર નિભાવવામાં(Notice regarding movement register ) આવેલ ન હતું. આ બાબતે કાળજી ન લેતા જિલ્લા વિકાસ અધિકારીઓ આઠ કર્મચારીઓને કારણદર્શક નોટીસ(ddo in mehsana district ) પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ફરજ પરથી અનઅધિકૃત ગેરહાજર તથા ફરજમાં નિષ્કાળજી દાખવાનાર 4 તલાટી કમ મંત્રીઓને નિયમાનુંસાર શિસ્ત વિષયક(maintain movement register) કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પણ વાંચો:પોરબંદરના તલાટી કમ મંત્રીએ ખાતાકીય પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો