ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીના લ્હોર ગામે દલિતોના બહિષ્કાર મામલે નીતિન પટેલ બન્યા મધ્યસ્થી

મહેસાણા: જિલ્લામાં દલિતો પર અત્યાચારના અનેક કિસ્સામાં વધુ એક ઘટના કડીના લ્હોર ગામેથી સામે આવી હતી. જ્યા દલિત યુવકે વરઘોડો કાઢતા અન્ય સમાજના ગ્રામજનોએ સામાજિક વિવાદ છેડયો હતો. જો કે, આ વિવાદ એટલો વકર્યો હતો કે, ગામમાં જાહેરાત કરાઈ હતી કે દલિતો સાથે કોઈ પ્રકારે વ્યવહાર કરવામાં નહીં આવે અને દલિત સમાજ માટે ગામમાંથી ચીજ વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બન્યુ હતું. ત્યાં જ દલિતોના બહિષ્કાર મામલે ગામના સરપંચ સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ અને સરપંચની અટકાયત પણ કરાઈ હતી.

By

Published : May 10, 2019, 11:02 PM IST

દલિતોના બહિષ્કાર મામલે નીતિન પટેલ બન્યા મધ્યસ્થી

જેમાં કોર્ટે નાતજાતના ભેદની માનસિકતા ધરાવતા ગામના સરપંચના કોર્ટે જમીન નામંજુર કર્યા છે તો બીજી તરફ આજે બહિષ્કારના એલાનના બીજા દિવસે પણ ગામની મોટાભાગની દુકાનો બંધ રહી હતી અને દલિતો સાથે ગામ લોકોએ કોઈ વ્યવહાર કર્યો ન હતો.

આ ઘટના સરકાર માટે શરમજનક હોય નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે સત્વરે લ્હોર ગામે આવી પહોંચી દલિત સમાજને ન્યાય અપાવવાના આશ્વાસન સાથે ગામના અન્ય સમાજના આગેવાનોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસમાં નીતિન પટેલ પોતે વણકર વાસમાં જમણવાર જમ્યા છે અને પોતે કોઈ નાતજાતમાં માનનારા વ્યક્તિ નથી તેવું નિવેદન કરી લોકોને સમજી વિચારી ગામમાં શાંતિ અને સમાધાન માટે સમજાવ્યા છે.

દલિતોના બહિષ્કાર મામલે નીતિન પટેલ બન્યા મધ્યસ્થી

જો કે, નીતિન પટેલે ગામમાં સમધાનનો પ્રયાસ પૂરતો ન રહેતા કડી ખાતે આવેલ APMC માં વધુ એક બેઠક બોલાવી હતી. જેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા નહોતા અને નીતિન પટેલના જણાવ્યા અનુસાર ટેલિફોનિક વાતચિતમાં ઠાકોર સમાજે સમાધાનકારી વલણ અપનાવ્યું હોવાની વાત પોતાના નિવેદનમાં કરી હતી. આ સાથે જ સમગ્ર ઘટનામાં કોંગ્રેસ સમાધાન માટે કેમ પ્રયાસ નથી કરતી અને સરકાર પર નિશાન તાકે છે કહેતા ફરિયાદી અને આરોપીઓ કોંગ્રેસી હોય આ મામલે માટે કોંગ્રેસ સમાધાન કરવામાં રસ લે તો જલ્દી નિકાલ થાય તેવું તેમનું માનવું છે.

જો કે, નીતિન પટેલે કરેલી અંતિમ બેઠકમાં ઠાકોર સમાજના પ્રતિનિધિઓ કે આગેવાનો હાજર ન હોવા છતાં નાયબ મુખ્યપ્રધાનના મતે સમાધાન થઈ ગયું છે અને નાનામોટા કોઈ પ્રશ્નો હશે તો તેનો પણ નિકાલ કરાશે ત્યાં બીજી તરફ પોલીસે પણ દુકાનદારોને કાયદાનું માર્ગદર્શન આપતા દુકાનો ખુલ્લી રાખવા અને દરેક ગ્રાહકને જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ વેપાર કરવા સૂચન કર્યું હતું. આ સાથે જ ગામમાં પોલીસ બંદોબસ્ત યથાવત રખાયો છે.

જો કે, કોંગ્રેસી નેતાઓ પણ આ મામલે સરકાર પર નિશાન તાકતા સરકાર પર જવાબદારીનો પોટલો ઢોળી રહ્યા છે ત્યારે હવે જોવું રહેશે કે તંત્ર સરકાર અને એકતરફી આગેવાનોની હાજરીમાં મળેલી બેઠકમાં થયેલું સમાધાન ખરેખર સમાધાન બની રહે છે કે પછી લ્હોર ગામ રાજકીય દાવપેચનો અખાડો બનશે..?

ABOUT THE AUTHOR

...view details