મહેસાણાઃ ધરોઈ ડેમ થકી ઉત્તર ગુજરાતના 4 જેટલા જિલ્લાઓને કેનાલ દ્વારા સિંચાઇના પાણી પુરા પાડવામાં આવે છે. તો 9 જેટલી નગરપાલિકાઓ અને 600 ઉપરાંતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને શુદ્ધ ફિલ્ટર કરેલ ધરોઈ ડેમનું પાણી પીવા માટે આપવામાં આવે છે. આ પ્રસંગે વરુણદેવની આરાધના કરતા ખેડૂતોના આગેવાનો એવા પિયત મંડળીના પ્રમુખો અને ધરોઈ ડેમના અધિકારીઓ દ્વારા ડેમ દર વર્ષે ભરાય અને નવાનિર સદાય ખેતી અને ખેડૂતોના જીવનને હરિયાળું બનાવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
ધરોઈ ડેમ છલોછલ ભરાતા નવાનિરના વધામણા કરાયા - મહેસાણા
જગતનો તાત જ્યારે કપરી મહેનત કરી કણમાંથી મણ પેદા કરતો હોય છે, ત્યારે કુદરતની મહેર ખૂબ આવશ્યક બનતી હોય છે. માટે જ ખેડૂતો હર હંમેશા માટે ધરતી માતા અને જળ દેવતાનું પૂજન કરતા હોય છે. આમ આજે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જીવા દોરી સમના ધરોઈ ડેમમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદના નવાનીર ઉમેરાતા ધરોઈ શાખા નંમ્બર 2ના સહકારી સિંચાઈ વિભાગના પિયત મંડળીઓના આગેવાનોએ ધરોઈ ડેમ પર જઈ નવાનીરના વધામણાં કર્યા હતા.
ધરોઈ ડેમ છલોછલ ભરાતા નવાનિરના વધામણા કરાયા
હાલમાં ધરોઈ ડેમ 621 ફૂટ ઉપરાંતની જળ સપાટી વટાવી ચુક્યો છે, તો ડેમની મહત્તમ જળ સપાટી 622 ફૂટ ભરાઇ છે. ડેમમાં પાણીની આવક પ્રમાણે સાબરમતી નદી અને કેનાલ દ્વારા પાણીની જાવક કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ધરોઈ ડેમ છલોછલ ભરાતા અનેક ખેડૂતો માટે આગામી વર્ષ માટે સારી ખેતીની આશા બંધાઈ છે.