ગુજરાત

gujarat

ETV Bharat / state

National ICT Award : શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા, સન્માનમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અર્પણ કર્યું - National ICT Award

રાષ્ટ્રીય ICT એવોર્ડ (National ICT Award) વિજેતા શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા છે. NCIT દ્વારા ICT એવોર્ડ માટે રાજ્યના 52 શિક્ષકોમાંથી બે શિક્ષકોની પસંદગી કરાઈ હતી. શિક્ષકે સન્માનમાં (Mehsana Teacher ICT Award) મળેલી કીટ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી કરવાની જાહેરાત કરી છે.

National ICT Award : શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા, સન્માનમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અર્પણ કર્યું
National ICT Award : શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા, સન્માનમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અર્પણ કર્યું

By

Published : Mar 3, 2022, 11:29 AM IST

મહેસાણા : સ્માર્ટ અને ડિજિટલ શિક્ષણને વેગ આપતા દોલતપુરા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મેહુલ પ્રજાપતિએ શાળાને ઇન્ફોર્મેશન, ટેકનોલોજીની સેવાઓને લઈ NCIT દ્વારા રાષ્ટ્રીય ICT એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લામાંથી મેહુલ પ્રજાપતિ અને અન્ય એક શિક્ષકની (ICT Award Teacher Selection) પસંદગી કરાઈ હતી.

શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા

કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માનિત કરાયા

દિલ્હી ખાતે NCIT દ્વારા એવોર્ડ (National ICT Award) સન્માન સમારોહમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના હસ્તે મહેસાણાના શિક્ષક મેહુલ પ્રજાપતિને રાષ્ટ્રીય ICT એવોર્ડ સર્ટિફિકેટ (ICT Award by NCIT) આપી સન્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મહેસાણા જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધારનાર શિક્ષક મેહુલ પ્રજાપતિ દિલ્હીથી પરત ફરતા શિક્ષકો અને સ્થાનિકો દ્વારા ઘોડે સવારી કાઢી તેનું ધામધૂમથી સન્માન કર્યું હતું.

શિક્ષકનું ઘોડે સવારી કાઢી તેનું ધામધૂમથી સન્માન

સન્માનમાં મળેલા પ્રોત્સાહન વિદ્યાર્થીઓને અર્પણ કર્યું

રાષ્ટ્ર માંથી કુલ 232 શિક્ષકો પૈકી 24 શિક્ષકોને આ (Mehsana Teacher ICT Award) સન્માન પ્રાપ્ત થયું છે. જેમાં શિક્ષકને સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ સાથે લેપટોપ સહિત વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. શિક્ષક મેહુલ પ્રજાપતિએ NCIT દ્વારા સન્માનમાં મળેલા લેપટોપ (Kit Received in Honor by NCIT) સહિતના ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ પોતે વ્યક્તિગત રીતે નહિ. પરંતુ પીએમ વિદ્યા ચેનલ પ્રોજેકટની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details