ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા: 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી - નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે

મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની દિકરીઓને સન્માનિત કરી સમાજને દિકરીની મહત્વકાંક્ષા સમજાવવા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ETV BHARAT
'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 24, 2020, 6:47 PM IST

મહેસાણા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે ઊંઝા APMC હોલમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સામજિક સંગઠનોના આગેવાનો અને જિલ્લાની નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.

'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી અંતર્ગત જિલ્લાની દીકરીઓ અને મહિલાઓને પોષણ કીટ અને સરકારી યોજનના પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે જ જે દીકરીઓએ દેશ-વિદેશમાં રમત-ગમત ક્ષેત્રે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું, તેવી દીકરીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ દીકરીઓ માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે, તેવી દરેક યોજનાઓનો લાભ લેવા અને દીકરીનો જન્મ દર વધારવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details