રાષ્ટ્રીય સફાઈ આયોગ દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનહર ઝાલાની ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો મામલે એક ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સફાઈ કર્મચારીઓને સ્પર્શતા કેટલાક મહત્વના પ્રશ્નો, સરકારી વિવિધ યોજનાની માહિતી અને સંકલન સહિતની બાબતો પર માહિતી આદાન પ્રદાન કરતા સમીક્ષા કરવામાં આવી હતી.
મહેસાણામાં રાષ્ટ્રીય સફાઈ આયોગની બેઠક મળી, સફાઈકર્મીઓના મુદ્દે સમીક્ષા કરાઇ - સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનહર ઝાલા
મહેસાણાઃ સફાઇ કામદારોના મહાસંગઠન રાષ્ટ્રીય સફાઈ આયોગ દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનહર ઝાલાની આગેવાનીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં સફાઇ કર્મચારીના પડતર પ્રશ્નો અને નવા આયોજનો માટે સમીક્ષા કરવામાં આવી હતી.
મહેસાણા
આયોગના અધ્યક્ષ દ્વારા મહિલા સફાઈ કર્મીઓ માટે ફરજ સમયમાં ફેરફાર કરવા તેમજ તેમના બાળકોના અભ્યાસની ચિંતા વ્યક્ત કરાઈ હતી. સાથે આ આયોગમાં જિલ્લાના અધિકારીઓને પણ કોઇ પ્રકારની ફરિયાદ કે, મુશ્કેલીની રજૂઆત કરવા આહવાન કરાયું હતું. સરકાર પાસે મુશ્કેલી કેટલીક સફાઈ કર્મીઓના હિતની બાબતો પણ ચર્ચા કરતા સરકારે કેટલીક બાબતોને હકારાત્મક રીતે ધ્યાને લીધી હોવાની જાણ પણ આ સમીક્ષા બેઠક દ્વારા સફાઈ કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.