ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના નીર 105 કિલોમીટરનું અંતર કાપી ધરોઈ ડેમમાં ઠલવાયા - 177 ગામની 82.699 હેકર

મહેસાણાઃ ખાતે આવેલ ધરોઈ ડેમમાં 4 વર્ષ બાદ પ્રતિ કલાકે 65.70 લાખ લીટરની ક્ષમતાએ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માટે 105 કિમી દૂર આવેલા ગાંધીનગરના પિયજ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ઉપાડવામાં આવ્યું છે.

મહેસાણા

By

Published : Aug 14, 2019, 1:46 PM IST

સામાન્ય રીતે ધરોઈ ડેમ એ ઉત્તર ગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓ માટે પીવાના અને સિંચાઈના પાણી પુરા પાડી જીવાદોરી સમાન ગણાતો ડેમ છે. પરંતુ ચાલુ વર્ષે ધરોઇના નીર તળિયે બેસતા ડેમમાં પાણીની અછત સર્જાઈ છે ત્યારે આજે આ ડેમમાં 4 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે વર્ષે 2004માં 294 કરોડના ખર્ચે 105 કિમી લાંબી પાઇપો નાંખવામાં આવી હતી જે પાઇપ લાઇન થકી પ્રતિ કલાકે 1.76 કરોડ લીટર પાણી ડેમમાં ઠાલવી શકવાની ક્ષમતા રહી છે. ત્યારે હાલમાં આ ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.

નર્મદાના નીર 105 કિલોમીટરનું અંતર કાપી ધરોઈ ડેમમાં ઠલવાયા
મહત્વનું છે કે આજે 14 વર્ષ પહેલાં 294 કરોડના ખર્ચે નાખવામાં આવેલી નર્મદાના નીર લાવવા માટેની પાઇપ લાઇન ધરોઈ ડેમને જીવંત રાખવામાં ઉપયોગી બની છે, ત્યારે આ ડેમ થકી 9 શહેરો અને 538 ગામડાઓને પીવા પાણી અને મહેસાણા-સાબરકાંઠા જિલ્લાની 177 ગામની 82.699 હેકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો રહેશે.

ABOUT THE AUTHOR

...view details