મહેસાણાઃ લોકડાઉનના સમયગાળામાં નંદાસણ પોલીસે બાતમીના આધારે ગૌમાંસનો 180 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો. ગૌમાંસ ભરીને લઈ જતા ત્રણ ઈસમો ફરાર થઈ જતા નંદાસણ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોકડાઉનના સમયગાળામાં નંદાસણ પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે ખાનગી રાહે ગૌમાંસની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નંદાસણ પોલીસના સુહાસકુમાર મગનભાઈ સહિતનો સ્ટાફ બાતમી વાળા સ્થળ ઉપર આવતા મહેસાણા હાઇવે સેન્ગ્રેશ કંપનીવાળા રોડ બાજુથી કાળા કલરની ગાડીમાં નંદાસણનો સૈયદ અબ્દુલહમીદ રસુલ ઉર્ફે ભૂરા તથા તેના માણસો ગૌમાંસ ભરી આવી રહ્યાં હતાં.
નંદાસણ પોલીસે જાહેરનામાનો ભંગ કરી કારમાં લઈ જીવતું 180 કિલો ગૌમાંસ ઝડપ્યું
લોકડાઉનના સમયગાળામાં નંદાસણ પોલીસે બાતમીના આધારે ગૌમાંસનો 180 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો. ગૌમાંસ ભરીને લઈ જતા ત્રણ ઈસમો ફરાર થઈ જતા નંદાસણ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓએ રસ્તામાં પોલીસની ગાડીને ઉભેલી જોતા ગૌમાંસ ભરેલી ગાડીને રસ્તામાં ઉભી કરી સૈયદ અબ્દુલહમીદ રસુલ ઉર્ફે ભૂરા તથા તેની સાથેના બે માણસો ભાગી ગયા હતાં. પોલીસે કાળા કલરની ગાડીની તલાસી લેતા ગાડીમાં આગળના ભાગે સીટમાં સફેદ અને કાળા જેવા કલરના ગૌવંશ પશુના બે-પગ તથા પાછળની સીટમાં બે શીંગડા તથા સફેદ જેવા રંગની ખાલ તથા રતાશ પડતા રંગનો માંસનો છુટ્ટો જથ્થો ભરેલો હતો. જેનું વજન કરતા 180 કિલોગ્રામ જેની કિંમત રૂ.27,000 તથા ગાડીની કિંમત આશરે રૂ.1,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગાંધીનગર ગૌવંશ પરીક્ષણ યુનિટમાં મોકલી આપતા એફ.એસ.એલ.અધિકારી ઉંમ.એમ.પટેલે પકડાયેલા માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું.
નંદાસણનો સૈયદ અબ્દુલહમીદ રસુલમિયાં ઉર્ફે ભૂરો તથા તેના બે સાગરીતોએ ભેગા મળી કોઈ જગ્યાએથી ગૌવંશ જીવ લાવી તેની કતલ કરી તેનું માંસ વેચાણ અર્થે લઈ જતા હોવાની ફરિયાદ નંદાસણ પોલીસે નોંધી છે. આ સાથે઼ જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.