ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાની છેડતી બાબતે ઠપકો આપતા યુવકે 60 વર્ષિય વૃદ્ધની હત્યા કરી - મહીસાગર ન્યૂઝ

વિસનગર તાલુકાના ઉદલપુર ગામે મહિલાની છેડતી બાબતે સસરાએ ગામના જ યુવકને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી યુવકે 60 વર્ષીય વૃદ્ધ સસરાનું ઢીમ ઢાળી દીધું હતું.

mahisagr news
mahisagr news

By

Published : Jul 4, 2020, 10:08 PM IST

Updated : Jul 4, 2020, 11:35 PM IST

મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે ઘટનામાં મહિલાની છેડતી બાબતે સસરાએ જમાઇને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા જમાઇએ વૃદ્ધ સસરાની હત્યા કરી હતી.

ઘટનાના મહત્વના મુદ્દા

  • મહિલાની છેડતી બાબતે વૃદ્ધ સસરાએ યુવકને આપ્યો હતો ઠપકો
  • યુવકે અદાવત રાખી વૃદ્ધ સસરાનું ઢીમ ઢાળ્યું
  • ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધની છાતી પર બેસી હુમલો કર્યો
  • ગ્રામજનોએ વિસનગર પોલીસને કરી હતી જાણ
  • પોલીસે FSL ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી

જર જમીન અને જોરું, ત્રણેય કજીયાના છોરું એવું કહેવામાં આવે છે. જે કહેવતને ધ્યાને લેતા ઉદલપુર ગામે એક મહિલાની છેડતી મામલે ગામમાં રહેતા ઠાકોર પરિવારમાં 60 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. ગામના ઉમેદજી ઠાકોર નામના શખ્સ દ્વારા ઠાકોર રામાજીની પુત્રીને અવારનવાર હેરાન પરેશાન કરી છેડતી કરવામાં આવતી હતી. ત્યારે પુત્રીની છેડતી થતી હોવાની બાબત જાણી સસરા દ્વારા છેડતી કરનાર લંપટને ઠપકો આપવામાં આવ્યો હતો.

મહિલાની છેડતી બાબતે ઠપકો આપતા યુવકે 60 વર્ષિય વૃદ્ધની હત્યા કરી

જો કે, ઠપકો આપ્યાની અદાવત રાખી લંપટ યુવકે અઠવાડિયા બાદ વૃદ્ધ જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે યુવકે ત્યાં પહોંચી ઝઘડો કર્યો હતો. ત્યારે આવશેમાં આવી ગયેલા યુવકે વૃદ્ધની છાતી પર બેસી જઈ હાથ વડે મુક્કા મારી વૃદ્ધનો દમ તોડ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ ગ્રામલોકએ વિસનગર તાલુકા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ આરોપી ઉમેદજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરતા FSL ટીમ સહિતની મદદગારી લઈ હત્યાના સંયોગિક પુરાવા એકત્ર કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Last Updated : Jul 4, 2020, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details