મહેસાણાથી લખવાડ જતા સાંઈબાબા મંદિર પાસે આવેલા પ્રદુષણ પરા વિસ્તારમાં રહેતા એક યુવકને પિતરાઈ ભાઈ એવા જગદીશ ઠાકોર નામના ઇસમે લાફો માર્યો હતો. જેનું ઉપરાણું લઇને યુવકનો ભાઈ પિતરાઈ જગદીશને ઠપકો આપ્યો હતો. ત્યારે ઉશ્કેરાઈને જગદીશે ઠપકો આપનાર પિતરાઈ ભાઈ પર છરી વડે હુમલો કરી તેના મોઢા પર તિક્ષ્ણ ઘા કર્યો હતો.
મહેસાણામાં સંબંધોની હત્યા, પિતરાઈ ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો - gujaratinews
મહેસાણા: શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત કૃત્યો વધતા જઈ રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાનો જાણે કે કોઈ ડર કે આદર ન હોય તેમ મહેસાણામાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. જેમાં પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરીને ભાઈ-ભાઈના સંબંધોને સર્મશાર કર્યા છે.

મહેસાણામાં સંબંધોની હત્યા, પિતરાઈ ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
મહેસાણામાં સંબંધોની હત્યા, પિતરાઈ ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
જેને કારણે ઈજાગ્રસ્ત યુવકના બચાવમાં આસપાસના લોકો એકત્ર થઈ જતા હુમલો કરનાર ભાગી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ યુવકના મોત મામલે હુમલો કરતા આરોપી જગદીશ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.