- મહેસાણામાં મળેલાાઅજાણી યુવતીના મૃતદેહ મામલે આરોપીનું પગેરું મળ્યું
- માતાના પ્રેમીએ યુવતીને રસ્તામાંથી હટાવવા હત્યા કરી હોવાનું સામે આવ્યું
- સીસીટીવી અને કમાન્ડો કંટ્રોલની ટીમની મદદ લઈ પોલીસ આરોપી સુધી પહોંચી
- અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો
મહેસાણાઃ મહેસાણા પોલીસ તપાસમાં આ હત્યા કેસને લઇ વધુ વિગતો (Murder Case in Mehsana) સામે આવી હતી. ચાણસ્માનો એક મૃતક યુવતીની માતાના પ્રેમમાં હતો અને તેની દીકરી તેઓની આડે આવતી હોય તેને દૂર કરવા યુવતીને ફરવા લઈ જવાના બહાને મહેસાણા લઇ આવ્યો હતો. જ્યાં આરોપીએ તકનો લાભ લઇ યુવતીને હથોડીના ઘા મારી હત્યા(Murder Case Of An Unidentified Girl) કરી દીધી હતી. તે બાદ યુવતીના મૃતદેહને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીનો મૃતદેહ અર્ધબળેલો રહ્યો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. જે સમગ્ર બાબત પોલીસે આરોપીને પકડી (Mehsana police solved murder case) પૂછપરછ કરતાં સામે હકીકત આવી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે