- દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ રહ્યા છે
- સરકારી હોસ્પિટલની સારવાર A 1 કેટેગરીની હોવાનો દર્દીઓનો શૂર
- 200 પથારી પર સતત 24 કલાક દર્દીઓને અપાય છે સારવાર
- હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને પોતાના સગા માની રહ્યો છે
મહેસાણા: કુદરતનો સાક્ષાતકાર થયો નથી, પરંતુ ડોક્ટર રૂપી ભગવાન આજે અનેક લોકોના જીવ બચાવી રહ્યા છે. આ શબ્દોને વડનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રવિન્દ્ર શિવનારાયણના છે. મહેસાણા જિલ્લાની વડનગર કોવિડ હોસ્પિટલમાં 200થી વધુ પથારીઓ છે. આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને ઉતમ સારવાર અપાઇ રહી છે. રાજ્ય સરકાર કોવિડના દર્દીઓ સ્વસ્થ થાય તે દિશામાં સતત પ્રયત્નશીલ છે.
ઓક્સિજન સિસ્ટમ મારફતે ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે
આ હોસ્પિટલમાં 200 પથારીની સેન્ટ્રલ લાઈન ઓક્સિજન સપ્લાય સિસ્ટમ સાથેની સુવિધા કાર્યરત છે. ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને કોવિડ-19ની ટ્રીટમેન્ટ તેમજ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવે છે. આ દર્દીઓ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ મેઈન્ટેન કરે તે માટે સેન્ટર ઓક્સિજન સિસ્ટમ મારફતે ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.
આ પણ વાંચો: પુત્રવધૂની મક્કમતાથી 67 વર્ષીય કિશોરસિંહને મળ્યું નવું જીવનદાન