ગુજરાત

gujarat

ETV Bharat / state

કડી અંડરબ્રિજમાં ફસાયેલા વાહનના પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું, મહેસાણામાં ખાડામાં પટકાતાં ટ્રક પલટી

મહેસાણામાં મેઘમહેર થઇ છે. ત્યારે કડી અંડરબ્રિજમાં પ્રવાસી વાહનના પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવું પડ્યું હતું. મહેસાણા જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યાં જિલ્લામાં વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. મહત્વનું છે કે કડીમાં રાત્રિના સમયે માત્ર 2 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં અંડરપાસમાં ભરપૂર પાણી ભરાયાં હતાં.

કડી અંડરબ્રિજમાં ફસાયેલ વાહનના મુસાફરોનું રેસ્ક્યુ કરાયું, મહેસાણામાં ખાડામાં પટકાતાં ટ્રક પલટી
કડી અંડરબ્રિજમાં ફસાયેલ વાહનના મુસાફરોનું રેસ્ક્યુ કરાયું, મહેસાણામાં ખાડામાં પટકાતાં ટ્રક પલટી

By

Published : Aug 18, 2020, 3:22 PM IST

કડી: બીજીતરફ કડીમાં 24 કલાકમાં કુલ 5 ઈંચ વરસાદ નોંધાયો છે જે જોતાં કડીમાં રાત્રિના સમયે રસ્તાઓ પર નદીના વહેણ વહેતાં થયાં હોય તેવા દ્રશ્યો સમયે આવ્યાં છે. કડીમાં વરેસલા ભારે વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાઈ રહ્યાં હતાં. ત્યાં વહેલી સવારે ખાનગી બસ પ્રવાસીઓને લઈને અંડરપાસમાંથી પસાર થતાં પાણીમાં ફસાઈ હતી સાથે અન્ય એક ટ્રક પણ પાણીમાં ફસાઈ હતી. જે ઘટના પર સ્થાનિકોની નજર પડતાં ટ્રેકટર ટ્રોલીને લઈ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં.

કડી અંડરબ્રિજમાં ફસાયેલ વાહનના મુસાફરોનું રેસ્ક્યુ કરાયું, મહેસાણામાં ખાડામાં પટકાતાં ટ્રક પલટી
જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસતાં જાહેર માર્ગોની હાલત કફોડી બની છે જેમાં મસમોટા ભૂવા પડી જતાં ખાડારાજ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે વાહનો સાથે અકસ્માત થવાની ઘટના પણ મહેસાણાથી સામે આવી છે. જેમાં એક ટ્રક ખાડામાં પટકાતાં પલટી મારી ગઈ હોવાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. મહત્વનું છે કે, તંત્ર દ્વારા મહેસાણા શહેરના રસ્તાઓ પર સમારકામ કરવામાં આવે તો ચોમાસાને પગલે તૂટેલાં રસ્તાઓ વાહનચાલકો માટે અકસ્માતનું કારણ ન બને.
કડી અંડરબ્રિજમાં ફસાયેલા વાહનના પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું, મહેસાણામાં ખાડામાં પટકાતાં ટ્રક પલટી

ABOUT THE AUTHOR

...view details