ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં પીવાના પાણીની અછત, સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે - dharoi dam

મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ એ વિસ્તારના ખેડૂતો માટે જીવ દોરી સમાન માનવામાં આવે છે. ડેમના પાણી તળિયાઝાટક થઈ જતા આ ડેમ આધારે પાણી પુરવઠા યોજના આધારિત 9 નગરપાલિકા અને 596 ગામડાઓ પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગનું માનીએ તો હવે તેમની પાસે માત્ર આગામી ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું જ પીવાના પાણીનો જથ્થો પડ્યો છે ત્યારે સામે વરસાદના કોઈ ચોક્કસ એંધાણ દેખાતા નથી. જેને લઇ ખુદ સરકારી બાબુઓ જ જળ સંકટની સ્થિતિમાંથી ઉગરવા ભગવાનના શરણે બેઠા છે અને વરુણદેવ મહેરબાન થાય તેવી આજીજી કરી રહ્યા છે.

સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે

By

Published : Jul 22, 2019, 2:05 PM IST

મહેસાણા ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગ દ્વારા ધરોઈ ખાતે આવેલા કાલેશ્વર મહાદેવના મંદિરે શિવ આરાધના અને ભજન કીર્તન કરી રામધૂન બોલાવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમીખો પાણી પુરવઠાના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો એ હાજરી આપી વરુણદેવને મહેરબાન થવા આજીજી કરી હતી. જો પાણી પુરવઠા વિભાગની આ રામધૂન ભજન કીર્તનથી વરુણદેવ મહેરબાન થઈ વરસાદ વરસાવે છે તો ઠીક બાકી તો હવે આગામી 20 ઓગસ્ટ બાદ 9 નગરપાલિકાઓ અને 596 ગ્રામપંચાયતો ધરોઇના પીવાના પાણીથી પણ હવે વંચીત બનશે.

પીવાના પાણીની અછત, સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે

ABOUT THE AUTHOR

...view details