ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી - રાજસ્થાનમાં વરસાદ

છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં સારા વરસાદની અસરથી સર્વત્ર પાણી ભરાયા છે. ત્યારે ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવકના સારા સમાચાર સામે આવ્યાં છે. જળ સંપત્તિપ્રધાનના જિલ્લાનો ધરોઈ ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. આ ડેમમાં પાણી આવતાં 512 ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં નડે. Monsoon Gujarat 2022 Update Dharoi Dam Water Level Sabarmati River Water Release Dam in North Gujarat

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી

By

Published : Aug 17, 2022, 6:14 PM IST

મહેસાણામહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ રહી છે. હાલમાં ડેમમાં 82.6 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. તે સાથે જ હાલમાં ડેમમાં પાણીની સપાટી 619 ફૂટ જેટલી થવા પામી છે. મહત્વનું છે કે આ ડેમની પૂર્ણ સપાટી 622 ફૂટ છે. 28716 mcft પાણીનો સંગ્રહ ક્ષમતા સામે હાલમાં ડેમમાં 22240 mcft જથ્થો જળસંગ્રહ થયો છે.

ધરોઈ ડેમને 100 ટકા ભરવા સાથે ક્યાંક વધુ આવક નોંધાય અને ડેમ પર જોખમ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે

આ પણ વાંચો Monsoon Gujarat 2022 જૂઓ સરદાર ડેમ સહિત રાજ્યના 207 જળાશયોમાં કેટલો થયો જળસંગ્રહ

પાણીની મબલખ આવકરાજસ્થાનમાં વરસાદ સહિત ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદવરસતા ધરોઈ ડેમમાં પાણીની મબલખ આવક નોંધાઇ રહી છે. જે જોતા ડેમ સત્તાવાળાઓ દ્વારા 17,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવા માટે ડેમના બે દરવાજા 2 ફૂટ જેટલા Dam in North Gujarat ખોલવામાં આવ્યા છે. આમ ડેમમાં પાણીની આવક થકી ડેમને 100 ટકા ભરવા સાથે ક્યાંક વધુ આવક નોંધાય અને ડેમ પર જોખમ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો Monsoon Gujarat 2022 Update રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ

નદી પટ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાડેમમાંથી પાણી વહાવવા માટે સમયાંતરે નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. જે માટે ધરોઈ ડેમ તંત્ર દ્વારા જાહેર નોટિસ બહાર પાડી સાબરમતી નદીના પટ પર આવેલા ગામો અને પટ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ધરોઈ જળાશય યોજના થકી 512 ગામો અને વિવિધ નગરપાલિકા વિસ્તારોને પીવાના પાણી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ખેતી વિસ્તારને સિંચાઇ પાણી પહોંચાડવામાં આવે છે. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજના ચાલુ સીઝનમાં પણ જીવાદોરી સમાન સાબિત થશે તો ગામો અને નગરપાલિકાઓમાં પૂરતા પ્રમાણમાં આગામી સીઝન સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી થઇ શકે છે. Monsoon Gujarat 2022 Update Dharoi Dam Water Level Sabarmati River Water Release Dam in North Gujarat Rain in Rajasthan

ABOUT THE AUTHOR

...view details