ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ.. - મહેસાણા ખેડૂતો

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા કૃૃષિ સંબંધિત બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ગયા છે. ત્યારે આ બિલ અંગે ખેડૂઓ અને વેપારીઓ શું કહી રહ્યાં છે તે જોઈએ...

્ે
કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ.

By

Published : Sep 22, 2020, 2:01 PM IST

મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેડુતોએ સરકારના કૃષિ સુધારા બીલ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના આ બીલને એક તરફ ફાયદાકારક ગણાવ્યો છે તો ક્યાંક મોટા વેપારો અને ઓનલાઈન પ્રક્રિયા મામલે ખેડૂતો મુંજાશે અને APMC સાથે MSP પર સીધી અસર વર્તાશે તેવી પ્રતિક્રિયા આપી છે.

કૃષિ સુધારા બિલ મામલે મહેસાણા જિલ્લાના ખેડૂતોની મિશ્ર પ્રતિક્રિયાઓ
મહેસાણા જિલ્લો એ સામન્ય રીતે ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ સુધારા બીલને પસાર કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને વેપારી આલમમાં ચહલ પહલ જોવા મળી છે. જેમાં ખેડૂતો એક તરફ આ કૃષિ સુધારા બીલને જોતા હવે સ્વતંત્ર વેપાર કરી સારા ભાવ મળશે તેવી આશા સાથે આવકારી રહ્યા છે. જ્યારે વેપારી અને ખેડૂત વર્ગ બન્ને સાથે જોડાયેલા અગ્રણીઓ કૃષિ સુધારા બિલ મામલે નારાજગી જતાવતા આ બીલમાં જુનવાણી પ્રમાણે ખેડૂતો પોતાનો માલ યોગ્ય ભાવ મળે કે ન મળે છતાં વેચી દેવો પડશે, તો પહેલાના જમાનામાં જેમ ખેડૂતો સાથે ભાવ અને વેપાર મામલે જે અન્યાય થતા હતા તે સ્થિતિ ફરીથી સર્જાય અને વર્ષે દહાડે માર્કેટયાર્ડની પ્રથા અટકી પડે તેવી સંભાવનાઓ સેવી રહ્યા છે. આમ, સરકારના કૃષિ સુધારા બિલ પર મહેસાણાના ખેડૂતો અને વેપારી સહિત અગ્રણીઓની જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details