ગુજરાત

gujarat

ETV Bharat / state

4 દિવસથી ગુમ યુવકનો મળ્યો મૃતદેહ, શોપિંગ મોલના પાણીના ટાંકા માંથી મળી લાશ - Gujarat

મહેસાણા: પટેલ નગરમાં રહેતા નિવૃત આર્મીમેન ભગવાનભાઈ પ્રજાપતિનો 34 વર્ષીય દિલિપ પ્રજાપતિ નામનો પુત્ર છેલ્લા 4 દિવસથી કામે જવાનું કહી ઘરેથી બહાર ગયો હતો. જે બાદ તે પરત ફર્યો જ ન હતો. ત્યારે ચાર દિવસ થી પરિવારના સભ્ય દ્વારા યુવકની શોધખોળ ચાલું કરવામાં આવી હતી.

મૃતક દિલિપ પ્રજાપતિ

By

Published : Apr 25, 2019, 12:46 PM IST

તે દરમિયાન શહેરના સઁસ્કૃત શોપિંગ મોલના ભોંયરામાં આવેલ પાણીના ટાંકામાં અજાણ્યા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી હતી. જ્યાં મહેસાણા બી ડીવીઝન પોલીસનો કાફલો પહોંચી દયો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતકના પિતાને બોલાવી ખાત્રી કરી હતી કે મૃત હાલતમાં મળી આવેલી શંકાસ્પદ લાશ ભગવાનભાઈના પુત્ર દિલીપની જ છે.

મૃતક દિલિપ પ્રજાપતિ

દિલીપન મૃતદેહ પર શંકાસ્પદ નિશાનો જોતા પોલીસ અને પરિવારજનોને દિલીપના મોત પાછલ હત્યાની આશંકા લાગતા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૃતકના માથામાં હેમરેજ થયું હતું. સમગ્ર ઘટનાની વિગત લઇ મહેસાણા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details