મહેસાણાઃ કરોના વાઇરસની મહામારી સમયમાં આવેલ વિશ્વ યોગ દિવસની સામુહિક રીતે ઉજવણી કરવી હાલના સંજગોમાં શક્ય નથી, ત્યારે ખાસ સરકારના આયુશમંત્રાલય દ્વારા કરોના સામેની જંગમાં નાગરિકો સુરક્ષિત રહે માટે યોગને પ્રાધાન્ય આપતા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા થકી લોકો યોગ કરતા થાય અને યોગ દ્વારા પોતાનામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કરોના વાઇરસ સહિતની બીમારી સામે રક્ષિત બને ત્યારે સરકારના આ પ્રયાસને આયોજનને સમર્થન આપતા મહેસાણા જિલ્લાના અંબાલા ગામની એક યુવા મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલે કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનો વીડિયો ઓનલાઈન અપલોડ કર્યો છે. યોગ કવિન પૂજાના મતે યોગ એજ રોગપ્રતિકારક ઉપાય છે. માટે લોકો વધુને વધુ યોગા સાથે જોડાય અને સ્વસ્થ રહે તે જરૂરી બન્યું છે.
વિશ્વ યોગ દિવસની સામુહિક ઉજવણી મોકૂફ, મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ - Miss World
કરોના વાઇરસની મહામારી સમયમાં આવેલ વિશ્વ યોગ દિવસની સામુહિક રીતે ઉજવણી કરવી હાલના સંજગોમાં શક્ય નથી, ત્યારે ખાસ સરકારના આયુશમંત્રાલય દ્વારા કરોના સામેની જંગમાં નાગરિકો સુરક્ષિત રહે માટે યોગને પ્રાધાન્ય આપતા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
![વિશ્વ યોગ દિવસની સામુહિક ઉજવણી મોકૂફ, મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7693924-thumbnail-3x2-msn.jpg)
મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ
વિશ્વ યોગ દિવસની સામુહિક ઉજવણી મોકૂફ, મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ
આમ પૂજા પટેલે ચોથા ધોરણના અભ્યાસથી હાલની કોલેજ લાઈફ સુધીમાં યોગાની અંદર અગણિત પ્રગતિના સોપાન સર કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. તો આવનાર દિવસમાં સૌ કોઈ યોગાસન સાથે જોડાઈ કોરોના સામેની લડતમાં દેશને વિજયી બનાવે તેવી અપેક્ષા પૂજા દ્વારા રાખવામાં આવી છે.