ગુજરાત

gujarat

By ANI

Published : Nov 25, 2023, 9:33 PM IST

ETV Bharat / state

ચીનમાં ફેલાતી રહસ્યમય બીમારી અંગે આરોગ્યપ્રધાને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

હાલ ચીનમાં ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતી કોઈ અજ્ઞાત બીમારી ફેલાઈ રહી છે. મુખ્યત્વે બાળકોમાં આ બીમારીના કારણે બાળકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી ગઈ છે. ત્યારે આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આ બિમારી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, આ બીમારીને લઈને ભારતમાં યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

ચીનમાં ફેલાતી રહસ્યમય બીમારી અંગે આરોગ્યપ્રધાને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ચીનમાં ફેલાતી રહસ્યમય બીમારી અંગે આરોગ્યપ્રધાને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

મહેસાણા :ભાજપ દ્વારા દેશવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં ચાલી રહેલી ભારત સંકલ્પ યાત્રા મહેસાણા જિલ્લાના મોટી દઉ ખાતે આવી પહોંચી હતી. આ તકે આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ચીનમાં ન્યૂમોનિયાના વધતા કેસની વર્તમાન સ્થિતિ પર આરોગ્ય મંત્રાલયની નજર છે. ઉલ્લેખનિય હાલ ચીનમાં રહસ્યમય બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. જેને લઈને ફરી એકવાર વિશ્વભરમાં ભય ફેલાયો છે.

આરોગ્યપ્રધાને શું કહ્યું ?ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શરુ કરેલી ભારત સંકલ્પ યાત્રા મહેસાણા આવી પહોંચી હતી. બીજી બાજુ હાલમાં ચીનમાં ફેલાઈ રહેલ અજ્ઞાત બિમારીને લઈને વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે મહેસાણાના મોટી દઉ ખાતે આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આ બિમારી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ચીનમાં ન્યૂમોનિયાના વધતા કેસની વર્તમાન સ્થિતિ પર આરોગ્ય મંત્રાલયની નજર છે. આ બીમારીને લઈને ભારતમાં યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

ચીનમાં ફેલાઈ ભેદી બીમારી : ઉલ્લેખનિય છે કે, હાલ ચીનમાં ભેદી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ છે તથા વિશ્વભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. આ રહસ્યમય બીમારીના લક્ષણો એકદમ ન્યૂમોનિયા જેવા જ છે. આ બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે આ માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયાનો કેસ હોઈ શકે છે. આ મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આ મામલે ચિંતા વ્યક્ત કરતા ચીન સરકાર પાસે સ્થિતિની જાણકારી માંગી છે.

ભારતની જનતાને ખતરો ? આ અંગે દિલ્હીની RML હોસ્પિટલના ડો. અજય શુક્લાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચીનમાં જોવા મળી રહેલ આ બીમારીની અસર ભારત પર વધારે નહીં પડે. મળતી વિગત અનુસાર ચીનમાં નાના બાળકોમાં શ્વાસ સબંધિત સમસ્યા વધી ગઈ છે. કેટલાક એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયાનો કેસ હોઈ શકે છે. જોકે, ભારતમાં આપણે સાવચેતી રાખવી પડશે.

  1. દુનિયામાં દર વર્ષે 73 કરોડથી વધુ મહિલાઓ બને છે હિંસાનો શિકાર, જાણો ભારતની સ્થિતિ
  2. USA China Summit 2023: બાઈડન અને શી જિનપિંગ વચ્ચે અનેક મુદ્દે થયો વિચાર વિમર્શ, તાઈવાન મુદ્દે ચીને અક્કડ વલણ અપનાવ્યું

ABOUT THE AUTHOR

...view details