- મહેસાણાનું થોળ પક્ષી અભ્યારણ બર્ડ ફ્લૂની દેશત વચ્ચે બંધ
- અહીં વિદેશી પક્ષી આવતા હોવાથી સાવચેતીને લઈ બંધ કરવામાં આવ્યું
- પક્ષીપ્રેમીઓ અને પર્યટકોમાં નારાજગી પ્રવર્તી
- બર્ડ ફ્લૂની દેશતથી મુક્તિ બાદ અભ્યારણ શરૂ થઈ શકે છે
મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકાના છેવાડે આવેલા થોળ પક્ષી અભ્યારણમાં હાલમાં વિદેશી પક્ષીઓ આવ્યાં છે. જેને લઇને અહીં પ્રાકૃતિક વાતાવરણ પણ ઘણું રમણીય હોય છે અને પર્યટકો સાથે પક્ષીવિદો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. જો કે, કોરોના મહામારી સમયે પ્રવાસીઓ સંક્રમિત ન થાય માટે તકેદારીના ભાગ રૂપે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે સોમવારે 88 દિવસે ફરી એક વાર આ પક્ષી અભ્યારણ પક્ષીઓમાં આવતા બર્ડ ફ્લૂની દેશત વચ્ચે અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
વિદેશી પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા