ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા

મહેસાણા જિલ્લામાં વડનગર અમેક રીતે નામચીન છે, ત્યારે વડનગરની ચુનુભાઈની ભેળ પણ ખૂબ પ્રચલિત છે ત્યારે આ ભેળની વધતી મંગને લઈ વર્ષોથી વિસનગર શહેર ખાતે પણ એક શાખા ખોલવામાં આવેલી છે, ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ ભેળની ખરીદી કરતા ભેળના પેકીંગ પર કોઈ પ્રકારના ભાવ તાલ ગુણવત્તા સહિતના નિર્દશનો ન જોવા મળતા તોલમાપ મહેસાણા તોલમાપ અધિકારી દ્વારા પોતાની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા
મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા

By

Published : Jan 19, 2021, 10:43 PM IST

Updated : Jan 20, 2021, 5:30 PM IST

  • વડનગરના પ્રખ્યાત ચુનભાઈ જે મીઠાઈ વાલાને ત્યાં દરોડા
  • ઉત્પાદનનું રજિસ્ટ્રેશન અને જરૂરી નિદર્શનો ન હોવાને લઇ કાર્યવાહી કરાઇ
  • તોલમાપ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરી 29,000નો દંડ ફટકારવામાં આવ્યો

મહેસાણાઃજિલ્લામાં વડનગર અમેક રીતે નામચીન છે, ત્યારે વડનગરની ચુનુભાઈની ભેળ પણ ખૂબ પ્રચલિત છે ત્યારે આ ભેળની વધતી મંગને લઈ વર્ષોથી વિસનગર શહેર ખાતે પણ એક શાખા ખોલવામાં આવેલી છે, ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ ભેળની ખરીદી કરતા ભેળના પેકીંગ પર કોઈ પ્રકારના ભાવ તાલ ગુણવત્તા સહિતના નિર્દશનો ન જોવા મળતા મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટનાની જાણ થયાને બે માસ બાદ આખરે મહેસાણા તોલમાપ અધિકારી દ્વારા પોતાની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

તોલમાપ વિભાગ દ્વારા 29,000નો દંડ ફટકારવામાં આવ્યો

વિસનગર સ્થિત આવેલ ચિનુભાઈ જે મીઠાઈ વાલા ફરસાણ એકમમાં થતા ઉત્પાદન પર તોલમાપ વિભાગે અચિંતી તપાસ કરતા ચિનુભાઈની ભેળ સહિતના ઉત્પાદન પર નામ કિંમત અને ગુણવત્તાના નિર્દશનો દર્શાવવા સહિતની સરકારી નીતિ નિયમો સરનું પાલન ન કરાયું હોઈ ઉત્પાદક એવા ચિનુભાઈ મીઠાઈ વાલા પેઢીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરતા 29000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે નિયમો ભંગ કરી પેકીંગ ઉત્પાદનો પર નિર્દશનો દર્શવ્યા વિના જ વેચાણ કરતા વેપારી ઉત્પાદકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Last Updated : Jan 20, 2021, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details