ગુજરાત

gujarat

ETV Bharat / state

આખરે વર્ષો બાદ મહેસાણા વડનગર ટ્રેન સેવાનો થયો પ્રારંભ - Mehsana Vadnagar train service launched online

મહેસાણાઃ ગાયકવાડ સમયથી કોલસા સંચાલિત મહેસાણા તારંગા ટ્રેન ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનું નાક સમાન હતી. આ ટ્રેનનો ઉપયોગ કરતા નાના મોટા સૌ મુસાફરો પોતાના રોજિંદા પ્રવાસનો આનંદ માણતા હતાં, ત્યારે સમય જતાં આ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. જેથી અટલબિહારી બાજપાઈની ભાજપ સરકારમાં મહેસાણા તારંગા રેલવે માટે પ્રાણ ફૂંકવા સમાન એક બસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

Mehsana Vadnagar train service launched online

By

Published : Oct 16, 2019, 2:29 AM IST

આ સમયે માત્ર 4 કે 6 રૂપિયામાં 70 કિલોમીટરની યાત્રાએ જિલ્લાના છેવાડે વસતા ખેરાલુ સતલાસણા અને વડનગરના નાગરિકો માટે આર્થિક સહાય રૂપ સાબિત થતી હતી. જો કે, બદલતા સમય સાથે આ ટ્રેન સેવા બંધ થઈ હતી, ત્યારથી આ ટ્રેન સેવા માટે સ્થાનિકોએ માગ કરી હતી. જ્યારે હવે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પદ સાંભળ્યું હોવાથી આ વિસ્તરના મુસાફરોની ચિંતા કરતા મહેસાણા તારંગા રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનું કામ શરૂ કરાવ્યું હતું.

વર્ષો બાદ વડાપ્રધાને વડનગરમાં ઓનલાઈન મહેસાણા વડનગર ટ્રેન સેવાનો કર્યો પ્રારંભ

આ બ્રોડગેજ લાઇનનું કામ નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારથી જ ચાલી રહ્યું છે. તેમ છતાં હજુ મહેસાણાથી વડનગર સુધી રેલવે લાઇન ક્લીયર થઈ છે અને ખેરાલુ તારંગા સુધી રેલવે લાઇનના કોઈ ઠેકાણા નથી, પરંતુ મંગળવારે વડનગર વિસનગર અને મહેસાણા એમ ત્રણ તાલુકાને ટ્રેનની સસ્તી મુસાફરીનો આંનદ આપવા કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલે ડિજિટલ પદ્ધતીથી ઓનલાઈન મહેસાણા વડનગર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. લાંબા વર્ષોની રાહ જોયા બાદ મહેસાણા તારંગા માટે તૈયાર ડેમુ ટ્રેન મહેસાણાથી વડનગર પહોંચી છે. જ્યાં નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા સ્થાનિક આગેવાનો સાથે ભવ્યતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details