ગુજરાત

gujarat

ETV Bharat / state

34 મહિનાથી બંધ પડેલી મહેસાણા તારંગા ટ્રેનની સેવાનો પ્રારંભ કરાયો - Mahsana news today

મહેસાણા: જિલ્લામાં છેલ્લા 34 મહિનાથી બંધ પડેલી મહેસાણા તારંગા ટ્રેન સેવાને ફરી શરુ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂસ ગોયલ દ્વારા ડિજિટલ પદ્ધતિથી લીલી જંડી આપતા મહેસાણાથી વડનગર સુધી નવીન મેમુ ટ્રેનની યાત્રાનો પ્રારંભ કરાયો છે.

34 વર્ષથી બંધ પડેલી મહેસાણા તારંગા ટ્રેનની સેવાનો પ્રારંભ કરાયો

By

Published : Oct 15, 2019, 9:06 PM IST

Updated : Oct 15, 2019, 11:15 PM IST

ઉલ્લેખનીય છે કે, ગાયકવાડ સમયથી ગુજરાતમાં રેલવેની સેવા આજે રાજ્યમાં અવિરત ચાલી રહી છે. જો કે વડાપ્રધાન મોદીના વતન અને ઐતિહાસિક નગરી તરીકે જાણીતા વડનગર સુધી જવા માટેની રેલવે સેવા છેલ્લા 34 માસથી બંધ હતી. જો કે વર્ષોથી બંધ પડેલી આ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવા વડાપ્રધાન અને સ્થાનિકોના પ્રયાસથી આજે મીટર ગેજ લાઇન બ્રોડ ગેજમાં રૂપાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે જે કાર્ય વડનગર સુધી સંપન્ન થઈ જતાં 34 વર્ષે મહેસાણાથી વડનગર ટ્રેન સેવાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે.

34 વર્ષથી બંધ પડેલી મહેસાણા તારંગા ટ્રેનની સેવાનો પ્રારંભ કરાયો

આ ટ્રેન સેવા દિવસમાં એક વાર વડનગર જશે અને ત્યાંથી મહેસાણા પરત ફરશે એમ માત્ર બે ટ્રીપની ટ્રેન સેવા મુસાફરોને મળશે. જ્યારે પ્રત્યેક ટ્રીપમાં મુસાફરી કરવા માટે માત્ર 10 રૂપિયા ભાડું ચૂકવી ટીકીટ મેળવી સસ્તી મુસાફરી નો લાભ સૌ કોઈ મુસાફરોને મળશે. મહત્વનું છે કે, આ ટ્રેન સેવા તારંગા સુધી શરૂ થવાની હતી પરંતુ રેલવે વિભાગના DRMના જણાવ્યા અનુસાર, ચોમાસાની સીઝનમાં વરસાદને પગલે મેન્ટેન્સમાં સમય વધુ વ્યતીત થયો હતો. જેથી આગામી માર્ચ સુધી મહેસાણાથી તારંગા માટે આ ડેમુ ટ્રેન સેવા કાર્યરત થઈ જશે.

આજે શરૂ થયેલ મહેસાણા વડનગર ટ્રેન સેવાની પ્રથમ યાત્રામાં યાદગાર પ્રવાસ માટે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ પોતે 10 રૂપિયાની ટીકીટ લઈ ટ્રેનમાં એક સામાન્ય મુસાફર તરીકેનો આંનદ લીધો હતો તો તેઓ વર્ષો પહેલા વિસનગરથી મહેસાણા આવવા જવા આ ટ્રેન સેવાનો ભૂતકાળમાં લાભ લીધો હોવાના સંસ્મરણોને તાજા કર્યા છે.

Last Updated : Oct 15, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details