મહેસાણા: જિલ્લાના લાંગણજ પોલીસ સ્ટેશનની હદમાં 20 વર્ષ અગાઉ બનેલી અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે, આ ઘટનાનો આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. જે બાદ વર્ષો સુધી પોલોસે શોધખોળ ચાલુ રાખી હતી. અંતે આરોપી રમેશ બબાજી ઠાકોર વિરમગામ તાલુકાના ડઢાણા ગામનો રહેવાસી હોવાની હકીકતના આધારે પોલીસે ખાનગી બાતમીદાર રોકી તપાસ કરતા અંતે રમેશ ઠાકોરનો પત્તો લાગ્યો હતો.
20 વર્ષે અપહરણ-દુષ્કર્મના આરોપીની મહેસાણા SOGએ કરી ધરપકડ - મહેસાણા SOG
મહેસાણા SOG પોલીસ ટીમ દ્વારા અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હામાં છેલ્લા 20 વર્ષથી લાંગણજ પોલીસ મથકના ફરાર આરોપીને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલા આરોપી રમેશ ઠાકોરને કોવિડ-19 ટેસ્ટ કરી લાંગણજ પોલીસને સોપવામાં આવશે.
મહેસાણા SOG
પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી કડીના થોળ ગામે પોતાના મામાની દીકરીના ત્યાં આવતો હોવાની જાણ થતાં મહેસાણા SOGની ટીમે આરોપીને અવતાંની સાથે જ દબોચી લીધો હતો. હાલમાં આરોપીના કોવિડ-19ના ટેસ્ટ કરીને લાંગણજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
જોકે, સમગ્ર ઘટનામાં 20 વર્ષથી વોન્ટેડ એવા દુષ્કર્મ અને અપહરણના આરોપીને શોધી કાઢવામાં મહેસાણા SOGને સફળતા મળી છે.