મહેસાણા: મહેસાણા જિલ્લામાં કોરોના સામે લાડનાર એક નર્સ, તેમના પતિ અને તબીબ એમ કુલ 3 દર્દીઓ સ્વસ્થ થઈ મહેસાણા કોવિડ-19 હોસ્પિટલ અને અન્ય 2 સતલાસણાના દર્દીઓને વડનગર હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
મહેસાણામાં 8 પોઝિટિવ પૈકી 7 દર્દીએ કોરોનાને હરાવ્યો
મહેસાણા જિલ્લામાં કોરોના સામે જીત મેળવી વધુ 5 દર્દીઓ સાજા થયા છે. સતલાસણાના 2 અને મહેસાણાના 3 દર્દીઓ સાજા થયા છે. તમામ દર્દીઓના બે-બે વાર કરાયેલા રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્વસ્થ થયેલા દર્દીઓને ઘરે જવા માટે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તંત્રની જહેમત અને સદનસીબે એક પણ મૃત્યુ થયું નથી.
વિશ્વ આખું કોરોના વાઈરસની ચિંતામાં મુકાયું છે, ત્યાં આ વાઇરસના સંક્રમણ સામે ભારતમાં કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં રાજ્ય સરકારની મજબૂતાઈ ભરી લડત જોવા મળી રહી છે. આ માહોલ વચ્ચે મહેસાણા જિલ્લા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
PHC સેન્ટરના તબીબ વિજય પરમાર અને એક નર્સ આશાબેન ખાંટ, તેમના પતિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમને મહેસાણા ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં અને સતલાસણાના બે દર્દીઓને સરકારી વડનગર મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપતા તે પાંચેય દર્દીઓના બે-બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમની હાલની સ્થિતિ સ્વસ્થ જણાતા તેમને ઘરે જવા માટે હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી છે. સાજા થયેલા દર્દીઓને હોસ્પિટલ અને તંત્ર દ્વારા તાળીઓ અભિવાદન કરાયું છે.