મહેસાણા જિલ્લાના પલાવાસણા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરી દવેની ઉપસ્થિતિમાં શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પ્રધાનનું સ્વાગત જિલ્લાના બાળકો દ્વારા પોષણક્ષમ કીટથી કરાયું હતું. જે કીટ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે બાળકોને અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે વિભાવરીબેન દવેએ ખેડૂતોના હિતમાં નુકસાન પેટે વળતર ચૂકવવાના નિર્ણયને આવકારતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાના બાળકોના સ્વાસ્થ્ય ચકાસણીમાં તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું.
મહેસાણા જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનો પ્રારંભ કરાયો - વિભાવરી દવેની ઉપસ્થિતિમાં શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમ
મહેસાણા: સમગ્ર રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્યની રાજ્ય સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા ખાતે રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરી દવેની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્ય બાળના અભિગમ સાથે સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો આગામી પાંચ દિવસ માટે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
etv bharat
આ કાર્યક્રમ અંતર્ગત આગામી 30 નવેમ્બર સુધી પાંચ દિવસ દરમિયાન જિલ્લાની કુલ 3763 શાળામાં કુલ 5 લાખ 17 હજાર 260 વિધાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે. સરકારના આ કાર્યક્રમનો અત્યાર સુધી ઘણા બાળકોએ લાભ લેતા કિડની ટ્રાન્સપ્લાન્ટ, હૃદયના ઓપરેશન ડાયાબીટીસ, આંખોમાં ઉણપ સહિત શારીરિક તંદુરસ્તી માટેની લાખ્ખો રૂપિયાની સારવાર નિઃશુલ્ક કરાવી હતી. જેનો શ્રેય સરકારને આપતા પાલાવાસણા ગામના વિદ્યાર્થીઓ અને બાળકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.