- મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો
- વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
- ઠેરઠેર પાણી ભરાયાં, વીજળી ત્રાટકતા 2 પશુના મોત
મહેસાણા: મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને પગલે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી, જેમાં સવારના 10 કલાકે જિલ્લાના 10 તાલુકામાં અનરાધાર મેઘવર્ષા થતાં મહેસાણા અને કડી શહેર પાણીમાં તરબોળ થયા હતા. જિલ્લામાં લાંબા વિરામ બાદ છેલ્લા 4 દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે સીઝનનો સૌથી વધુ કહી શકાય તેવો વરસાદ આજે મહેસાણા શહેરમાં ખાબક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
દિવસની શરૂઆતથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે મહેસાણામાં 85 mm, બેચરાજીમાં 66 mm, કડીમાં 61 mm, વિસનગરમાં 57 mm, ખેરાલુમાં 45 mm, ઊંઝામાં 34 mm, વડનગરમાં 25 mm, જોટાણામાં 21 mm, સતલાસણામાં 21 mm અને વિજાપુરમાં 15 mm વરસાદ ખાબક્યો હતો.
મહેસાણા જિલ્લામાં સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો