- જિલ્લામાં 24 કલાકમાં 12.16" વરસાદ નોંધાયો
- કડીમાં દીવાલ તૂટી પડી અને કેટલીક ઓરડીઓના પતરા ઉડ્યા
- ખેડૂતોના બાગબગીચા અને ફળ ફૂલોની વાડીઓમાં નુકશાન થયું
મહેસાણા :જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આંશિક અસરને પગલે પંથકમાં ગત દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ પણ વરસ્યો હતો. જિલ્લામાં 24 કલાકમાં 12.16" વરસાદ નોંધાયો હતો. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના બનાવ સામે આવ્યા હતા. કડીમાં દીવાલ તૂટી પડી હતી અને કેટલીક ઓરડીઓના પતરા ઉડ્યા હતા.
તૌકતે વાવાઝોડાને પગલે ભારે પવન સાથે 12.16" વરસાદ નોંધાયો આ પણ વાંચો : વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ: વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન
રંગાકુઈ ગામે કેરી-ચીકુના વૃક્ષ ઉખડી જતા ફળો જમીન પર વેરાયા
જિલ્લામાં સતત વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે હાલ વરસાદ બંધ હોવાથી ઓસરી ગયા છે. વરસાદ અને વાવઝોડાને લઈને સર્જાયેલી તમામ નાની મોટી પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નિયંત્રણ માટે રાહત કામગીરી કરાઈ હતી. બીજી તરફ કુદરતી આફત સમયે જિલ્લા પંથકમાં ખેતીવાડીને પણ નુકશાન થયું હતું. જેમાં ખેડૂતોના બાગબગીચા અને ફળ ફૂલોની વાડીઓમાં નુકશાન થવા પામ્યું હતું. રંગાકુઈ ગામે કેરી-ચીકુના વૃક્ષ ઉખડી જતા ફળો જમીન પર વેરાયા હતા.
તૌકતે વાવાઝોડાને પગલે ભારે પવન સાથે 12.16" વરસાદ નોંધાયો આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાના પગલે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા
જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ખેરાલુ તાલુકામાં નોંધાયો
જિલ્લામાં 24 કલાક દરમિયાન નોંધાયેલા તાલુકા મુજબ વરસાદની વાત કરીએ તો સતલાસણામાં 2 ઇંચ, ખેરાલુમાં 0.5 ઇંચ, વડનગરમાં 0.8 ઇંચ, વિસનગરમાં 1 ઇંચ, વિજાપુરમાં 2.63 ઇંચ, મહેસાણામાં 1.25 ઇંચ, જોટાણામાં 1.33 ઇંચ, કડીમાં 1.14 ઇંચ, બેચરાજીમાં 0.8 ઇંચ, ઊંઝામાં 0.6 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુર તાલુકામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ખેરાલુ તાલુકાનો વરસાદ નોંધાયો છે. કેટલીક જગ્યાએ પરિસ્થિતિને લઈ સ્થળાંતર કરીને લોકોને અન્ય સલામત જગ્યાએ ખસેડીને રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ હતી.
તૌકતે વાવાઝોડાને પગલે ભારે પવન સાથે 12.16" વરસાદ નોંધાયો