ગુજરાત

gujarat

ETV Bharat / state

Mehsana Prajapati Samaj Snehmilan: મોદી સાહેબે કહ્યું છે કે, પ્રજાપતિના મત એટલે ભાજપના મત: પાટિલ - કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ મહેસાણામાં

મહેસાણા જિલ્લામાં વિસનગર APMC ખાતે પ્રજાપતિ સમાજનું વિશાળ સ્નેહમિલન (Mehsana Prajapati Samaj Snehmilan) યોજાયું હતું. તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ પણ (CR Patil in Prajapati Samaj Snehmilan) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ભાજપમાં નવા જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું.

Mehsana Prajapati Samaj Snehmilan: મોદી સાહેબે કહ્યું છે કે, પ્રજાપતિના મત એટલે ભાજપના મત: પાટિલ
Mehsana Prajapati Samaj Snehmilan: મોદી સાહેબે કહ્યું છે કે, પ્રજાપતિના મત એટલે ભાજપના મત: પાટિલ

By

Published : Apr 25, 2022, 11:11 AM IST

મહેસાણાઃ વિસનગર APMC ખાતે (Snehmilan at Visnagar APMC) ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે (Cabinet Minister Rishikesh Patel in Mehsana) સામાજિક, એકતા અને વિકાસના બોધપાઠ આપ્યા હતા.

ભાજપ દરેક સમાજ-જ્ઞાતિની પાર્ટીઃ પાટિલ

ભાજપ દરેક સમાજ-જ્ઞાતિની પાર્ટીઃ પાટિલ - અહીં સી. આર. પાટિલે સંબોધનમાં (CR Patil in Prajapati Samaj Snehmilan) જણાવ્યું હતું કે, ભાજપ દરેક સમાજ અને જ્ઞાતિની પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ અમે દરેકને તક આપી છે. મોદી સાહેબે પણ પ્રજાપતિ સમાજના (CR Patil on PM Modi ) લોકોના મતો ભાજપના મતો ગણાવ્યા છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી.

પ્રજાપતિ સહિતના સમાજને વિકાસનો રાહ ચિંધ્યો

આ પણ વાંચો-Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

પ્રજાપતિ સહિતના સમાજને વિકાસનો રાહ ચિંધ્યો -મહેસાણા જિલ્લામાં વિસનગર APMC ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા આયોજિત પ્રજાપતિ સમાજનું વિશાળ સ્નેહમિલન (Snehmilan at Visnagar APMC) યોજાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ (CR Patil in Prajapati Samaj Snehmilan) અને રાજ્યમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ (Cabinet Minister Rishikesh Patel in Mehsana) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે સામજિક, એકતા અને સંગઠિતતા વિશે સંબોધન કરી પ્રજાપતિ સમાજ સહિતના સમાજને સંગઠિત બની સામજિક, શૈક્ષણિક સહિતના ક્ષેત્રે વિકાસ કરવાનો રાહ ચિંધ્યો હતો.

ભાજપમાં જોડાનારા કાર્યકર્તાઓનું કરાયું સ્વાગત

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...

ભાજપમાં જોડાનારા કાર્યકર્તાઓનું કરાયું સ્વાગત - આ કાર્યક્રમમાં સી. આર. પાટિલે ભાજપથી પ્રેરિત અન્ય પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં આવનારા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તો આ પ્રસંગે મોદી સાહેબની (CR Patil on PM Modi ) વાત રજૂ કરતા પાટિલે પ્રજાપતિ સમાજના મતો એ ભાજપના મતો હોવાનો શૂર પૂરાવ્યો હતો. બીજી તરફ સંમેલનમાં ઉપસ્થિત સામાજિક આગેવાનોએ પોતાના સમાજની ગણના ક્યારેય થઈ નહોતી ત્યારે ભાજપના શાસનમાં સમાજને રાજકીય રીતે અને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે જેને લઈ સમાજ ભાજપ સાથે રહેશે તેવો દાવો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details