- મંડાલી ગામથી વધુ એકવાર કસાઈ પાસે જતા પશુઓ બચાવી લેવાયા.!
- મંડાલી ગામની સીમમાં ચાલતી હતી ગેરકાયદેસર મંડી
- મંડીમા પશુઓને હરાજી બાદ કતલખાને લઈ જવાતા હતા
- પોલીસે 35 પશુઓને જીવતા બચાવ્યા
મહેસાણાઃજિલ્લા નજીક આવેલા મંડાલી ગામે એક કતલખાનું ચાલતું હોવા છતા પશુઓને અન્ય કતલખાને લઈ જવતા હોવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ માટે માથાનો દુખાવો બની છે, ત્યારે લોકડાઉન સમયે જિલ્લા પોલીસ દ્વારા આ જ ગામની સીમમાં દરોડા પાડી પશુઓના કતલ કરાતા હોવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. આ જ ગામની સીમમાં કુખ્યાત કસાઈઓ દ્વારા પશુ ભરી કતલખાને લઈ જવાતા હોવાની બાતમી પોલોસને મળતા પોલીસે દરોડા પાડી ભેંસો, પાડા અને નાના બચ્ચા સહિત 35 જેટલા પશુઓને વાહનમાં ભરી કતલ ખાને લઈ જવાની પ્રવૃત્તિને અટકાવી હતી.