- મહેસાણા જિલ્લા પોલીસે બે દિવસમાં 86 પ્રોહિબિશનના કેસ નોંધાયા
- બે દિવસમાં દેશી દારૂના 58 કેસ નોંધાયા
- બે દિવસમાં 27 લોકો પીધેલી હાલતમાં પકડાયા
મહેસાણા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યાં આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા સહિતની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં દારૂનું વેચાણ કરતા અને દારૂ પીધેલા શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસે ખાસ કામગીરી આરંભી છે. જેમાં ગત બે દિવસમાં મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનના કેસમાં મહત્વના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસે તારીખ 11 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધીમાં કુલ 86 કેસો નોંધાયા છે. જેમાં 58 દેશીદારૂના કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકો બે દિવસમાં પીધેલી હાલતમાં પકડાયા છે. જ્યારે માત્ર એક જ કેસ વિદેશી દારૂનો મળી આવ્યો છે.