ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા પોલીસના કોમ્યુનિટી કિચનના અનોખા પ્રયોગની નિતી આયોગે નોંધ લીધી - કોમ્યુનિટી કિચનના અનોખા પ્રયોગની નીતી આયોગે નોંધ લીધી

મહેસાણા પોલીસના કોમ્યુનિટી કિચનના અનોખા પ્રયોગની નિતી આયોગે નોંધ લીધી હતી. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ કોમ્યુનિટી કિચનની પહેલ કરવામાં આવી હતી.

મહેસાણા પોલીસના કોમ્યુનિટી કિચનના અનોખા પ્રયોગની નીતી આયોગે નોંધ લીધી
મહેસાણા પોલીસના કોમ્યુનિટી કિચનના અનોખા પ્રયોગની નીતી આયોગે નોંધ લીધી

By

Published : May 5, 2020, 5:00 PM IST

મહેસાણા: જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘ દ્વારા લોકડાઉનની શરૂઆતથી લોકોની જરૂરિયાતોને પૂરી કરવા અને કાયદાની કડક અમલવારી થઇ શકે તે માટે અનેક નવીન પહેલો કરવામાં આવી છે.

પાટણ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને કોમ્યુનિટી કિચનની પહેલને દેશમાં અપનાવવા ભલામણ કરવામાં આવી છે. નિતી આયોગ દ્વારા 8 એપ્રિલના પત્રથી કોમ્યુનિટી કિચનની ભલામણ કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં કોમ્યુનિટી કિચનની શરૂઆત કરવામાં આવી હતી.

કોરોના વાઇરસ મહામારીને નાથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 17 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકે કોમ્યુનિટી કિચનની નવીન પહેલ શરૂ કરી છે.

પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં પોલીસ હેડકવાર્ટરની બહેનોએ શ્રમિકો, જરૂરિયાતમંદો માટે કોમ્યુનિટી કિચનમાં મદદ કરી રહી છે. જેમાં રોજેરોજ 1500થી 2000 જેટલા ફૂડપેકેટસ હેડક્વાર્ટરની બહેનો દ્વારા જાતે બનાવીને તૈયાર કરવામાં આવે છે. જેમાં પુરી-શાક, રોટલી-શાક જેવા પૌષ્ટિક ખોરાક જરૂરિયાત મંદોને મળી રહે તે માટે અન્નદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકડાઉન જાહેર થયા બાદ ભોજન વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા, પોલીસ પરીજનોના સ્વાસ્થયની વ્યવસ્થા,કાયદાની કડક અમલવારી માટે આકાશી ડ્રોન કેમેરા,બાઇકોમાં પીએ સિસ્ટમ,વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ APNR સિસ્ટમ,મહિલાઓની સુવિધા માટે શી-ટીમ,પોલીસ મિત્રનો નવતર પ્રયોગ સહિત અનેક પહેલો શરૂ કરીને સેવાની સાથે કાયદાની કડક અમલવારી કરવામાં આવે છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી મહેસાણમાં માસ્કની અછત સર્જાય નહીં તે માટે દિવસના 1500 જેટલા માસ્ક બનાવી લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

જિલ્લામાં પોલીસ મિત્રો તેમના રહેઠાણાના નજીક ફરજ નિભાવી શકે તે માટે રહેઠાણના સ્થળે ફરજ આપવાનો આવકારદાયી નિર્ણય મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંધ દ્વારા લેવાયો છે.

મહેસાણા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સેનટાઇઝ કરવાની અનોખી કામગીરી કરવામા આવી છે. આકાશી ડ્રોનનો લોકો માટે ઉપયોગ કરવાનો અનોખો પ્રયોગ જિલ્લા પોલીસ દ્વારા કરાયો હતો. જેમાં એક ડ્રોન કેમેરા લોકોને લોકડાઉનનું પાલન કરવા સમજ, બીજુ ડ્રોન સેનેટાઇઝ અને ત્રીજુ ડ્રોન રાત્રીના સમયમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકો પર કડક નજર રાખે છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના નાવીન્ય પ્રયોગો થકી જિલ્લો હમેશાં કાયદો અને સેવામાં અગ્રેસર રહ્યો છે. આવો જ એક કોમ્યુનિટી કિચનનો પ્રયોગ હવે સમગ્ર દેશ અપનાવશે જે આપણા માટે ખુબ જ મહત્વનું ગણી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details