મહેસાણાઃ જિલ્લામાં લોકડાઉન બાદ વિસનગરમાં પ્રથમ 4 લાખ જેટલી રકમની લૂંટનો કિસ્સો સામે આવ્યો હતો. જેની તપાસ માટે મહેસાણા જિલ્લા પોલીસે જુદી-જુદી 3 ટિમો બનાવી લૂંટારુઓનું પગેરું શોધવા પ્રયાસ કર્યો હતો. અંતે ઘટનાના માત્ર 2 જ દિવસમાં પોલીસને બાતમીદાર અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી શાકભાજીની પેઢીના મેનેજરને લૂંટનાર શખ્સોનું પગેરું મળી આવ્યું હતું.
વિસનગર-કડીમાં થયેલી લાખો રૂપિયાની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો - Mehsana robbery
મહેસાણા પોલીસને વિસનગરમાં 4 લાખ અને કડીમાં 2.65 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મહેસાણા LCB અને એમ. બી .વ્યાસ DYSP વિસનગરે માત્ર 2 જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ગત તારીખ 27 જુલાઈએ વહેલી પરોઢે મુકેશ પટેલ નામના શાકભાજી વેપારી પેઢીના મેનેજરને લૂંટી લેવાયો હતો જેમા કુલ 4 લાખની લૂંટ કરવામાં આવી હતી. મહેસાણા LCB પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પકડાયેલો આરોપી વસીમ ફકીર વર્ષ 2019માં કડી તાલુકાના વામજ ગામ નજીક બનેલી લૂંટમાં પણ સંડોવાયેલો હોવાનું હોવાથી વસિમે અન્ય આરોપીઓના નામ પણ ઉકલી દેતા પોલીસે કડીની લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
![વિસનગર-કડીમાં થયેલી લાખો રૂપિયાની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો robbery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8235354-thumbnail-3x2-sad.jpg)
પોલીસે ચોક્કસ માહિતીના આધારે તપાસ કરતા શાકભાજીની પેઢીમાં જ કામ કરતા શખ્સ પઠાણ શેખ લતીફ અને તેની સાથે રહેલા અન્ય 3 શખ્સો ફકીર વસીમ, નાગોરી સાજીદ અને પઠાણ જેનુલાબદીનને પણ લૂંટના ગુનામા પકડી લેવાયા હતા. ઝડપાયેલા આરોપીઓની પાસેથી મુદ્દમાલ પૈકીના 2 લાખ 55 હાજરની રોકડ પોલીસે રિકવર કરી છે તો લૂંટમાં વપરાયેલી ઇકો કાર નંબર GJ18 BA 0237 પણ પોલીસે કબ્જે કરી હતી.
આમ મહેસાણા પોલીસને ઘટનાના માત્ર 2 જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તો બીજી તરફ ઝડપાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી ફકીર વસીમ શાહની પૂછપરછ દરમિયાન અગાઉ વર્ષ 2019માં કડી ખાતે બનેલી 2.65 લાખ લૂંટની ઘટનાનો પણ ભેદ ઉકેલાયો છે. જેમાં વસીમ પણ સામેલ હવાની કબૂલાત કરી છે અને વસિમે અન્ય આરોપીઓના નામ પણ ઉકલી દેતા પોલીસે કડીની લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.