ગુજરાત

gujarat

ETV Bharat / state

નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરનારા ઈસમોની અસલી પોલીસે કરી ધરપકડ - નકલી પોલીસ

મહેસાણા LCB ની ટીમે નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરનારા ઈસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે બનાવટી પોલીસ દસ્તાવેજ અને એક કાર સહિત 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

mehsabna
mehsana

By

Published : Nov 26, 2020, 2:06 PM IST

  • નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમોને અસલી પોલીસે ઝડપી પાડ્યા
  • મહેસાણા LCBના હાથે ઝડપાયા આરોપી
  • બનાવટી પોલીસ દસ્તાવેજ અને એક કાર સહિત 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત
  • આરોપીઓ હનીટ્રેપમાં સંડોવણી હોવાની માહિતી સામે આવી
  • ભોગ બનનારા લોકો પોલીસને જાણ કરે તેવી અપીલ કરાઈ


મહેસાણાઃ છેલ્લા કેટલાક સમયથી PSI ઝાલાના નામે નકલી પોલીસ સ્ટાફના માણસો દ્વાર જુદા જુદા વિસ્તારમાં જઈ વાહન ચેકીંગ અને તપાસના નામે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની રજૂઆત મહેસાણા જિલ્લા પોલીસ વડાને મળી હતી. જેને આધારે મહેસાણા LCBની ટીમે સતત વોચ રાખી તપાસ કરતા ઊંઝા તરફથી પોલીસનું બોર્ડ લગાવી આવતી એક ખાનગી કારને રોકી પૂછપરછ કરતા ભાંડો ફુટ્યો હતો.

નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરનાર ઈસમોની અસલી પોલીસે કરી ધરપકડ

નકલી પોલીસ બની કરતાં હતા છેતરપિંડી

મહેસાણા LCBની ટીમે સતત વોચ રાખી તપાસ કરતા ઊંઝા તરફથી પોલીસનું બોર્ડ લગાવી આવતી એક ખાનગી કારને રોકી પૂછપરછ કરતાં કારચાલકે પોતે PSI હોવાનું જણાવી આઈડી કાર્ડ બતાવ્યું હતું. જેમાં બકલ નંબર લખેલો હતો અને આ આઈકાર્ડ ખોટું હોવાની શંકા જતા પોલીસ દ્વારા ચાલક સહિત કારમાં સવાર અન્ય બે ઇસમોની પૂછપરછ કરતા તેમણે પણ પોતે પોલીસકર્મી હોવાનો શૂર રેલાવ્યો હતો. જોકે અસલી પોલીસને આ ઈસમો નકલી પોલીસ હોવાની ગંધ આવી જતા આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી નકલી આઈડી કાર્ડ મહેસાણા જિલ્લા પોલીસ વડાની નકલી સહીવાળો ટ્રાન્સફર ઓર્ડર, એક I20 કાર અને મોબાઈલ ફોન મળી કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

11 લોકોને છેતર્યા હોવાની આરોપીએ કરી કબુલાત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નકલી પોલીસ બની ગેરકાનૂની કામ કરતા સિદ્ધપુરના ત્રણ શખ્શો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ કરતા આ ઈસમો ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ કરી ખોટા આઇડીકાર્ડ, પોલીસના નકલી સિક્કા અને નકલી લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતાં. જેમાં 11 જેટલા લોકો સાથે તેમણે નકલી પોલીસ બની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. જોકે એક હની ટ્રેપમાં પણ આ આરોપીઓની સંડોવણી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે આ આરોપીઓ દ્વારા ભોગ બનનારા તમામને પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આમ, આજે નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરી તોડબાજી કરતા શખ્સોને પકડવામાં મહેસાણા જિલ્લા પોલીસને સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details