સ્વસ્થચિત સ્વસ્થ મન અને સ્વસ્થ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી હોમગાર્ડ જવાનોના સ્વાસ્થની જાણવણી કરવા પ્રશિક્ષણ તાલીમ કેમ્પમાં પી.ટી.પદકવાયત લાઠી ડીલ આર્મ ડીલ જેવી બાબતોની તાલીમ આપવામાં આવી રહી છે.
મહેસાણાના સુંઢિયા ગામે હોમગાર્ડ જવાનોનો પ્રાથમિક તાલીમ કેમ્પ યોજાયો - Home guard
મહેસાણાઃ પોલીસ વિભાગ સાથે કદમ મિલાવી કાયદો સલામતી અને સુરક્ષાની જવાબદારી નિભાવતા હોમગાર્ડ જવાનોના સ્વાસ્થ્યની ખેવના કરતી શિબિરનું આયોજન ખેરાલુ તાલુકાના શુંઢિયા ગામે કરવામાં આવ્યું હતું. આ બેઝીક તાલીમ કેમ્પના આયોજન માં 150 જેટલા હોમગાર્ડ જવાનો દ્વારા ભાગ લઈને વ્યસનમુક્તિ, જનજાગૃતિ અને અંધશ્રદ્ધા જેવી બાબતોને દૂર કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
હોમગાર્ડ જવાનોનો પ્રાથમિક તાલીમ કેમ્પ
સુંઢિયા ગામ ખાતે જવાનો દ્વારા રેલી યોજી જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયેલ હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જવાનોનું મનોબળ અને નૈતિકતામાં વધારો કરવા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રાજુભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યી નવું પ્રેરકબળ પુરૂ પાડી વધુમાં હોમગાર્ડ કમાન્ડન્ટ રાજુભાઈ શાહ દ્વારા વ્યસનમુક્તિનું અભિયાન ચલાવી હોમગાર્ડ જવાનોને તમાકુના વ્યસનથી શારીરિક અને આર્થિક થતી પાયમાલીની સમજ આપી અનેક જવાનોને તમાકુના વ્યસનથી મુક્ત કરાવી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું છે.