મહેસાણા: IELTS પેપર લૂંટ કેસ (Mehsana IELTS paper robbery Case)માં પોલીસે અંતે એક આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપી બ્લ્યુ ડાર્ટ કુરિયર (blue dart courier mehsana)નો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરે અમદાવાદ એરપોર્ટ પર પેપર લૂંટ (Ahmedabad airport robbery) કરનારા આરોપીઓને મળીને ટિપ્સ આપી હતી. ડ્રાઈવરે આરોપીઓને બ્લ્યુ ડાર્ટ કુરિયર વિશેની માહિતી આપી હતી. આ સમગ્ર મામલે હાલમાં પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
ડ્રાઈવરે આરોપીઓને બ્લ્યુ ડાર્ટ કુરિયર વિશેની માહિતી આપી હતી. સ્કોર્પિયોમાં 4 ઈસમોએ IELTSના પેપરની લૂંટ કરી હતી
મહેસાણાના બહુ ચર્ચિત IELTS પેપર લૂંટ કેસમાં પોલીસે દિવસ-રાત દોડધામ કરીને અંતે એક આરોપીને ઝડપી લીધો છે. મહેસાણાના માલગોડાઉન (mehsana malgodown blue dart courier) ખાતે આવેલા બ્લ્યુ ડાર્ટ કુરિયર ઓફિસના કર્મચારીઓને માર મારી સ્કોર્પિયોમાં 4 ઈસમો IELTSના પેપરની લૂંટ (IELTS paper robbery In Mehsana) કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન, મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જ્યાં પોલીસે ટેક્નિકલ અને ટેક્નિકલ સોર્સથી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી દીધો છે.
આ પણ વાંચો:મહેસાણાના કોંગ્રેસ પ્રમુખએ ભાજપમાં જોડાઈને કહ્યું, "પહેલા અમે કારીગર હતા, હવે અમે કાર્યકર"
પંજાબમાં અલગ અલગ જિલ્લામાં તપાસ કરવામાં આવી
પોલીસ પાસે આરોપીની માહિતી મળતા પોલીસે લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયોના નંબર આધારે એક ટીમને પંજાબ રવાના કરી હતી. પંજાબમાં અલગ અલગ જિલ્લામાં તપાસ કરવામાં આવી હતી. મહેસાણા પોલીસે (Mehsana Police IELTS paper robbery Case) પંજાબમાં જઈ આરોપીઓ જ્યાં રહેતા હતા ત્યાં સતત વોચ ગોઠવી રેકી કરી હતી. પોલીસે લૂંટ કેસમાં વપરાયેલી સફેદ સ્કોર્પિયો PB 19P1933 નંબરની ગાડીને કબજે કરી હતી. પેપર લૂંટ કેસમાં આરોપી ડ્રાઈવરને અમદાવાદ એરપોર્ટ પર મળ્યા હતા. જ્યાં તેમને ડ્રાઇવરને 10 હજાર રોકડા અને વાત કરવા માટે એક બ્લુટૂથ આપ્યું હતું.
આ પણ વાંચો:મહેસાણા કૉંગ્રસમાં ભડકો: મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
ડ્રાઇવર લૂંટ કરનારા આરોપીને ઓળખતો હતો
ડ્રાઇવરે આરોપીઓને બ્લ્યુ ડાર્ટ કુરિયર વિશે તમામ માહિતી આપી મદદ કરી હતી. પોલીસે હાલમાં ડ્રાઇવર પાસે રહેલી વસ્તુઓ કબજે કરી લીધી છે. ડ્રાઇવર લૂંટ કરનારા આરોપીને ઓળખતો હોવાનું પણ સામે આવ્યું છે.આ લૂંટ કેસમાં વપરાયેલી સ્કોર્પિયો આરોપીના પિતાની છે અને તેનો પુત્ર પણ આરોપી છે. તેમજ લૂંટ કરાયેલા પેપરનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે પોલીસને કાંઈ જાણવા મળ્યું નથી. પોલીસે અમદાવાદના ચંદ્રશેખર રામરાવ ગાયકવાડને ઝડપી વોન્ટેડ આરોપી રાજવિંદર સિંઘ કલ્યાન, રવનીતસિંઘ , રિશી કૈતાન ગડ્ડીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.