આગામી સમયમાં પૂજા પટેલ ઓડીસામાં રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં જશે મહેસાણા મહેસાણાની દીકરી પૂજા પટેલે સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધામાં મહેસાણાનો ડંકો વગાડ્યો છે. પૂજા પટેલે ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.વિશ્વયોગિની પૂજા પટેલ યોગાસન સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ (Pride of Gujarat )બની રહી છે. ખેડૂત પિતાની યોગાસન માટેની પ્રેરણાથી યોગાસનોમાંં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર યુવતી પૂજા પટેલે મહેસાણાનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો Proud Moment for Mehsana: પૂજા પટેલે યોગ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ જીતવાનો સર્જ્યો વિશ્વ વિક્રમ
મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના અંબાલા ગામની ખેડૂત દીકરી એવી મિસ વર્લ્ડ યોગિની પૂજા પટેલે વધુ એકવાર યોગશન સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ વિજેતા બની મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરત ખાતે યોજાયેલ પ્રાદેશિક કક્ષાની યોગ સ્પર્ધામાં ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક યોગાસનો (Traditional and Artistic Yoga ) નું આબેહૂબ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ વિજેતા બની છે.
આ પણ વાંચો યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર
રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે યોગાસન સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ રહેલ પૂજાએ અત્યાર સુધીમાં 112 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. પૂજા પટેલ આગામી દિવસોમાં ઓડીસા ખાતે યોજાનાર રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.