મહેસાણા ખાતે અનેક એવા ONGCના તેલ કુવાઓ આવેલા છે. જેમાંથી વેલ દ્વારા જમીનમાં રહેલા ઓઇલ અને ગેસને બહાર કાઢવામાં આવે છે. ત્યારે આ જોખમી કાર્યમાં અનેક સમાલતીને ધ્યાનમાં રાખવા છતાં મહેસાણા નજીક મીઠા સાંથલ માર્ગ પર આવેલા એક ખેતરમાં ONGCના આવા એક વેલ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
મહેસાણા ONGCના વેલ પર લાગી આગ, આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી - mahesana letest news
મહેસાણાઃ શહેરના ONGCના વેલ પર આગ લાગી હતી. આ આગમાં 3 લોકો ઘાયલ થયા હતા. જો કે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

મહેસાણા ONGCના વેલ પર લાગી આગ, આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી
મહેસાણા ONGCના વેલ પર લાગી આગ, 3 ઘાયલ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
ONGCની ફાયર ટિમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરી ઘાયલ લોકોને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.
Last Updated : Nov 1, 2019, 10:41 AM IST