- મહેસાણાના ખેડૂતે વિદેશી ખેતી શરૂ કરી
- ખેડૂતે શરૂ કરી ડ્રેગનફ્રૂટની ખેતી
- 13 માસથી ખેડૂત કરે આ ખેતી
મહેસાણાઃ વિજાપુર તાલુકાના છેવાડે આવેલા હસનાપુર ગામે એક ખેડૂતે પોતાની જમીન પર પારંપરિક ખેતી કરતા કરતાં વેદેશી ફ્રૂટનું ઉત્પાદન મળે માટે ડ્રેગનફ્રૂટની ખેતી કરી છે. આ ખેડૂત દ્વારા પપૈયા, મગફળી જેવા પાકોની ખેતી કર્યા બાદ મહેસાણા બાગાયત વિભાગની સલાહ મળતા ગત 13 માસથી ડ્રેગનફ્રૂટના છોડ ઉછેરવાનું શરૂ કર્યું છે.
મહેસાણાના ખેડૂતે ડ્રેગનફ્રૂટની ખેતીમાં મેળવી સફળતા ડ્રેગનફ્રૂટથી ખેડૂતોને ફાયદો
હસનાપુરના આ ખેડૂતને ડ્રેગ્નફ્રૂટની ખેતી કરતા પ્રારંભિક સમયમાં ગણો ખરો ખર્ચ ઉઠાવવા પડ્યો છે. જો કે, ચાઈનીઝ ફળ ગણવામાં આવતા ડ્રેગનફ્રૂટની હાલના સમયમાં ભારતની અંદર પણ ગ્રાહકો માંગ કરી રહ્યા છે, ત્યારે આ ખેતી એકનદરે ખેડૂતને નોંધપાત્ર ફાયદો કરાવે છે.
મહેસાણાના ખેડૂતે ડ્રેગનફ્રૂટની ખેતીમાં મેળવી સફળતા સરકાર પાસે આર્થિક સહાયની માગ
ડ્રેગનફ્રૂટની ખેતી કરતા આ ખેડૂતે સરકાર પાસે માગ કરી છે કે, આ ફ્રૂટના છોડની વાવણી અને ઉછેરમાં પ્રારંભિક ખર્ચ ઘણો થતો હોવાથી ખેડૂતોને ડ્રેગનફ્રૂટની ખેતી માટે સહાય અપાવી જોઈએ. જેથી ખેડૂતોને ડ્રેગનફ્રૂટની ખેતી માટે પ્રેરણા મળી રહે.