- મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયુ
- 15 માંથી 13 બેઠક પરિવર્તન પેનલ વિજેતા બની
- 2 બેઠક પર વિપુલ ચૌધરી જૂથના ઉમેદવાર વિજયી બન્યા
- વિપુલ ચૌધરીની 2 મતો થી હાર થઈ
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરાયું છે.15 બેઠકો પર ઉમેદવારી નોંધવનાર 41 માંથી 15 ઉમેદવારો વિજેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે.
મહેસાણા : દૂધ સાગર ડેરીની ચૂંટણી જાહેર થઈ ત્યારે થી ચૂંટણી સંદર્ભની પ્રક્રિયા વિસનગર પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી અધિકારી તરીકે સાંભળવામાં આવી હતી. ત્યારે આજે નિયત દિવસ મુજબ મતદાન કરી મતગણતરી કરતા પરિણામ જાહેર કરી ચૂંટણી પ્રક્રિયાનું સમાપન કરાયું છે. જેમાં 15 બેઠકો પર ઉમેદવારી નોંધવનાર 41 માંથી 15 ઉમેદવારો વિજેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. જે ડેરીના સત્તા મંડળમાં પોતાનું સ્થાન મેળવનાર છે.
15 માંથી 13 બેઠકો પરિવર્તન પેનલના ફાળે જ્યારે 2 બેઠકો પુનરાવર્તન પેનલમાં આવી
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી જાહેર થતા જ બે પેનલના ઉમેદવારો ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા. ત્યારે 15 બેઠકો પર 41 જેટલા ઉમેદવારો નોંધાયા હતા અને 1129 મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવિ હોઈ સવારે 9 થી લઈ સમાજના 5 વાગ્યા સુધી મતદાન કરાયું હતું. જે બાદ સાંજે 6 વગ્યા બાદ મતગણતરી કરાતા રાત્રે 9 કલાકે પરિણામ જાહેર કરાયુ હતું. જેમાં પરિવર્તન પેનલમાંથી 13 બેઠક પર ઉમેદવારો વિજેતા બન્યા હતા. તો 2 બેઠકો પર પુનરાવર્તન પેનલના ઉમેદવારો જીત્યા છે. આમ તંત્રના આયોજન થી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે.