મહેસાણા:દૂધ સાગર ડેરીમાં (Dudh Sagar Dairy)શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સર્જાયેલો વિવાદ દિવસેને દિવસે ભારે જોર પકડી રહ્યો છે. વિપુલ ચૌધરી દ્વારા ગુંજા ગામે અર્બુદા સેનાની રચના બાદ ખેરાલુ , વડનગર અને સતલાસણા તાલુકાનું સંયુક્ત સહકાર સંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓને સાથે રાખીવિપુલ ચૌધરીએ હાલની દૂધ સાગર સામે દૂધસાગર સૈનિકો તૈયાર કર્યા છે.
વહીવટમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો -ડેરી અને પશુપાલકોને હિત માટે કાર્ય કરી સાથે વિપુલ ચૌધરીએ પોતાના ભાષણની શરૂઆત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઓડિયો ક્લિપ દર્શાવી તાજેતરની ડેરીની ચૂંટણી (Dudh Sagar Dairy election)મામલે ટીપ્પણીઓ કરી છે. વિપુલ ચૌધરીએ હાલના શાસકો દ્વારા પાંચ વર્ષ અગાઉ વહીવટદારમાં શાસનમાં પણ 1.50 કરોડનો ચેક આપી રોકડ ઉપાડી લીધી હોવાની ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો કરી તેનું વળતર મેળવવા માટે દૂધ સાગર સૈનિકો અને અર્બુદા સેનાને ઠરાવ પસાર કરી તંત્રને આપી કાર્યવાહી કરાવવા આહવાન કરાયું છે.