- વિસનગર પ્રાંત અધિકારીએ ડેરીના ચૂંટણી અધિકારી તરીકે માહિતી પ્રકાશિત કરી
- 14 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર સુધી 6 દિવસમાં કુલ 123 ઉમેદવારો અને 132 ફોર્મ ભરાયા
- 21 ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી કરાશે, 22 ડિસેમ્બરના રોજ ઉમેદવારીની યાદી પ્રસિદ્ધ થશે
- 23 અને 24 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
- 26 ડિસેમ્બરના રોજ થશે હરીફ ઉમેદવારની યાદી અને પ્રતિકની ફાળવણી
- 5 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર કરાશે
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ - દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.
![મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ mehsana-dudh-sagar-dairy-election-form-filling-process-completed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9951673-694-9951673-1608531306940.jpg)
મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. વિસનગર પ્રાંત અધિકારીએ ડેરીની ચૂંટણી અધિકારી તરીકે માહિતી પ્રકાશિત કરી હતી. ડેરી ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 15 બેઠકમાં 11 મંડળો અને 1126 મતદારો નોંધાયા છે.
15 બેઠકો માટે 123 ઉમેદવારો અને 132 ફોર્મ ભરાયા
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે 14 ડિસેમ્બર 2020ના દિવસ થી 26 ડિસેમ્બર સુધી 11 દિવસ ઉમેદવારી પ્રક્રિયા કરવામાં આવશે. આ સાથે જ હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે. જોકે હાલમાં 20 ડિસેમ્બરથી ઉમેદરવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા છ દિવસમાં 15 બેઠકો માટે કુલ 123 ઉમેદવારો માટે કુલ 132 ફોર્મ ભરવામાં આવ્યા છે.